ખબર

લોકડાઉનમાં જોવા મળ્યો એકતાનો નજારો, હિન્દૂ મહિલાની અર્થીને મુસ્લિમોએ આપ્યો ખભો

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો જયારે મંડરાઈ રહ્યો છે ત્યારે તેનાથી બચવા માટે આપણા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, આ લોકડાઉનના કારણે લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા છે, અને લોકડાઉનના કારણે જ ઘણા પ્રસન્ગો પણ રાડ થઇ ગયા છે ત્યારે મૃત્યુ એક એવી ઘટના છે જેને રોકવા છતાં પણ રોકાતી નથી, અને લોકડાઉનના સમયે કોઈનું મૃત્યુ થાય ત્યારે સગા સંબંધીઓ, સ્નેહીજનો અને ઘરથી દૂર રહેતા પરિવારના સદસ્યો પણ આવી શકતા નથી.

Image Source

આવી જ એક ઘટના ભાવનગરના પાલીતાણા રોડ ઉપર જોવા મળી, જેમાં એક 70 વર્ષની મહિલાનું મૃત્યુ થઇ ગયું ત, આ મહિલા પોતાના બંને પુત્રો સાથે રહેતી હતી અને તેમના સંબંધીઓ અમદાવાદમાં રહેતા હતા, પરંતુ લોકડાઉનના કારણે તે આવી શક્ય નહીં ત્યારે નજીકમાં રહેતા મુસ્લિમ પરિવારના લોકોએ આ મહિલાને સ્મશાનયાત્રા દરમિયાન પોતાનો ખભો આપ્યો હતો આ ઘટનાએ સામાજિક એકતાનું ખુબ જ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પાલીતાણા રોડ ઉપર આવેલા ઘાંચીવાડ વિસ્તારમાં રંજન ભદ્રેશ્વર પોતાના બંને દીકરા ભરત અને રસિક સાથે રહેતી હતી. શુક્રવારે સવારમાં જ તેમનું મૃત્યુ થઇ ગયું, તેમના સગા સંબંધીઓ પણ અમદાવાદમાં રહેતા હતા અને લોકડાઉનના કારણે તે લોકોથી પણ આવી શકાય એમ નહોતું ત્યારે પાડોશમાં રહેતા મુસ્લિમ પરિવારના લોકોએ તરત જવાબદારી ઉઠાવી લીધી હતી અને હિંદુ રીતિ રિવાજ મુજબ જ તેમનો અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો.

Image Source

છેલ્લા 25 વર્ષથી આ પરિવાર પલાઇટના રોડ ઉપર આવેલા ઘાંચીવાડમાં રહે છે. ત્યાં લગભગ 50 મુસ્લિમ પરિવારો રહે છે, અને આ એકલો જ એક હિન્દૂ પરિવાર ત્યાં રહેતો હતો. વૃદ્ધ રંજનના મૃત્યુના સમાચાર સાંભળીને મુસ્લિમ પરિવારની 10 મહિલાઓ પણ તેમના ઘરે પહોંચી ગઈ હતી અને અર્થી કાઢતા પહેલા મૃત દેહને સ્નાન કરાવવાથી લઈને પરંપરા મુજબ તૈયાર કરવાની બધી જ જવાબદારી સ્વીકારી લીધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.