અજબગજબ ખબર દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

રોઝા તોડીને કર્યું રક્તદાન, મુસ્લિમ યુવકે બચાવ્યો હિન્દૂ યુવકનો જીવ. વાંચો સમગ્ર અહેવાલ

રમઝાનનો મહિનો શરુ થઇ ગયો છે અને 6 દિવસ વીતી પણ ગયા છે. દરમ્યાન દરેક મુસ્લિમ ભાઈ-બહેનો રોઝા રાખી રહયા છે, સાથે જ ભાઇચારાનું ઉદાહરણ પૂરું પાડવા માટે કેટલાક હિન્દૂ લોકો પણ રોઝા રાખી રહયા છે. ત્યારે આસામમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેને હિન્દૂ-મુસ્લિમ ભાઇચારાનું એક અનોખું જ ઉદાહરણ પૂરું પડ્યું છે. એક મુસ્લિમ યુવકે સાબિત કરી આપ્યું છે કે માણસાઈ બધા જ ધર્મથી ઉપર આવે છે. તેને સાબિત કર્યું છે કે ધર્મ, જાતિ, સંપ્રદાયથી વધીને વ્યક્તિની વ્યક્તિ પ્રત્યે શું ફરજ હોય છે.

આસામના એક હિન્દૂ યુવકનો જીવ બચાવવા માટે એક મુસ્લિમ યુવકે પોતાના રોઝા તોડયા અને હિન્દૂ યુવકને રક્તદાન કર્યું. પન્નાઉલ્લાહ અહમદને તેમના મિત્ર તપસ ભગવતીએ ફોન કરીને જણાવ્યું કે એક હિન્દૂ યુવકને લોહીને જરૂર છે. આ સાંભળીને એ તરત જ હોસ્પિટલ પહોંચ્યો. રોઝા તોડયા અને પીડિત રંજનને લોહી આપ્યું.

Image Source

રંજનને ટ્યુમર છે, એના ઓપરેશન માટે લોહીની જરૂર હતી. રમઝાન શરુ થઇ ગયો છે અને અહમદ પણ રોઝા રાખે છે. ત્યારે અહમદને જયારે એક યુવકને રક્તની જરૂર હોવાની વાતની જાણકારી મળી, ત્યારે તે લોહી આપવા તૈયાર થઇ ગયો. તેને પહેલા કેટલાક વડીલોને રોઝા રાખવાની સાથે રક્તદાન કરી શકાય કે નહિ એ વિશે પૂછ્યું, ત્યારે વડીલોએ કહ્યું કે એ રક્તદાન તો કર શકે છે પણ એ પછી એ ખુદ બીમાર પડી શકે છે. એટલે અહમદે રોઝા તોડીને રક્તદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

Image Source

ફેસબૂક પર હ્યુમેનિટી પેજે માણસાઈની આ વાત શેર કરી છે. સાથે જ તસ્વીર પણ પોસ્ટ કરી છે. એમાં લખ્યું છે કે બે મિત્રોએ હસતા-હસતા એક અજાણ્યા હિન્દૂ ભાઈનો જીવ બચાવવા માટે રક્તદાન કર્યું. સાથે જ તેઓએ શારીરિક રીતે સ્વસ્થ લોકોને સમય-સમય પર રક્તદાન કરવાની પણ અપીલ કરી અને આખરે લખ્યું કે માણસાઈ બધા જ ધર્મથી ઉપર આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks