હાલમાં દેશમાં હિન્દૂ મુસલમાન વચ્ચે કોમ રમખાણ ફાટી નીકળયા છે. જેમાં મોત નિપજ્યા છે તો ઘણા લોકોને ઇજા પહોંચી છે. આ વચ્ચે ઉત્તરપ્રદેશના હસ્તિનાપુરમાં રહેનારા મોહમ્મ્દ સરાફત આખા દેશ અને સમાજ માટે મિશાલ કાયમ કરી નાખી છે. મોહમ્મ્દતેની દીકરીના નિકાહ માટે એવી કંકોત્રી છપાવી છે જેના કારણે લોકોમાં ચર્ચા થવા લાગી છે.

મેરઠથી 40 કિલોમીટર દૂર હસ્તિનાપુરના સૈદપુર ફિરોજપુર ગામમાં રહેતા મોહમ્મદની દીકરીના નિકાહ આગામી 4 માર્ચ છે. આ માટે તેની કંકોત્રી છપાવી છે. જેમાં તેને ભગવાન ગણેશ અને રાધા કૃષ્ણની તસ્વીર છપાવી છે. તો એક બાજુ ચાંદ મુબારક પણ છપાવ્યો છે. આ શખ્સની ઘણી તારીફ કરવામાં આવે છે.

આ નિકાહ માટે તેને 2 કંકોત્રી છપાવી છે. જેમાં હિન્દૂ મહેમાનોને જે નિમંત્રણ આપવાનું છે તેના પર ગણેશની તસ્વીર છપાવી છે તો અંદરની બાજુ ગણેશની સાથે રાધા-કૃષ્ણની તસ્વીર છપાવી છે. જે મુસલમાનોને આપવાની છે તેના પર ચાંદ મુબારક છપાવ્યું છે.

મોહમ્મ્દ શરાફતની આ પહેલી થી સોશિયલ મીડિયા પ્રભાવિત થઈને ખુશ જોવા મળી રહ્યું છે. આ કાર્ડને સોશિયલ મીડિયામાં શેર કરતા લોકોએ લખ્યું હતું કે, આ જ ખુબસુરતી છે આપણા ભારતની જેનાથી ઘણા લોકો જલે છે. અને દેશને આગને હવાલે કરી દે છે.

જણાવી દઈએ કે, અગાઉ ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં સલીમ નામના વ્યક્તિએ તેમની પુત્રીના લગ્નના આમંત્રણ કાર્ડ પર ભગવાન રામની તસ્વીર છપાવી હતી. લગ્નનું કાર્ડ હિન્દુઓના મેરેજ કાર્ડ જેવું જ હતું. તેમાં કળશ બનાવવામાં આવ્યો હતો. દીવો પણ જલી રહ્યો હતો. આરતીની થાળી પણ રાખી હતી. લોકો આ કાર્ડની ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા.