ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

આ છે અસલી ભારત, એક રામ મંદિરની સારસંભાળ અને સાફ-સફાઈનું કામ એક મુસલમાન કરે છે..! વાંચો આજે અનોખી સ્ટોરી

આપણો દેશ વિવિધતાથી ભરપૂર છે અને એકઅ જ વિવિધતામાં એકતા પણ રહેલી છે, જેનું એક જીવતું ઉદાહરણ છે એક વ્યક્તિ જે ધર્મ અને જાતિને અલગ રાખીને ધર્મનિર્પેક્ષતાની મિસાલ કાયમ કરી રહ્યો છે. આ વ્યક્તિનું નામ સદ્દામ હુસૈન છે અને એ બેંગલુરુનો રહેવાસી છે. આ વ્યક્તિ એ કામ કરે છે જે ખૂબ જ ઓછા લોકો કરી શકે છે.

બેંગલુરુની રાજાજીનગરની શ્રીરામ સેવા મંડળી દર વર્ષે રામનવમીના દિવસે મંદિરના રથ સાથે રાજાજીનગરમાં એક રથયાત્રા નીકળે છે. અને દર વર્ષની જેમ જ આ વર્ષે પણ આ કામ એક વ્યવસ્થિત રીતે સંચાલિત કરવાની જવાબદારી 27 વર્ષીય સદ્દામ હુસૈનની જ છે. આટલું જ નહિ, સદ્દામે આ મંદિર અને મંદિરના પરિસરને સાફ અને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ પોતે ઉઠાવી રાખી છે. એ પૂરા આત્મવિશ્વાસ સાથે આ જવાબદારી સારી રીતે નિભાવી રહયા છે. જો તમે એમનું નામ પૂછો તો એ ગર્વ સાથે પોતાનું નામ સદ્દામ હુસૈન જણાવે છે.

Image Source

આજના સમયમાં પણ ગંગા-જમુના સંસ્કૃતિને મહત્વ આપનાર સદ્દામ ફક્ત બીજા ધોરણ સુધી જ ભણ્યા છે. પોતાનું ગુજરાન ચલાવવા માટે આ ઘણી નોકરીઓ પણ કરે છે. એ લોકોને ઘર બદલવામાં સામાન ફેરવવામાં પણ મદદ કરે છે, એ દુકાનમાં હેલ્પર તરીકે કામ પણ કરે છે અને કેબ પણ ચલાવે છે.

Image Source

એક ખબર અનુસાર, આ રામ મંદિરનું નિર્માણ 1950ના અંતમાં ત્યારે થયું હતું, જયારે રાજાજીનગરનું લેઆઉટ તૈયાર કરવામાં આવ્યું હતું. રાજાજીનગરના બ્લોક નંબર 4માં આવેલ રામમંદિરમાં સદ્દામ દર વર્ષે રામનવમી દરમ્યાન સાફસફાઈ કરે છે. એ સફાઈ કરવા માટે કોઈની રાહ જોતા નથી અને મંદિરમાં જઈને સફાઈ કામ શરુ કરી દે છે. તેઓ મંદિરને અંદર-બહાર ઉપર-નીચે બધે જ ખૂણેથી સાફ કરે છે. કચરો વાળીને પોતું પણ જાતે જ મારે છે. પાણીથી આખા મંદિરને ધોવે છે. આ બધું જ કામ તેઓ એકલા જ કરે છે.

Image Source

તેઓ મંદિરમાં રાખેલી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની મૂર્તિઓને પણ નવી જેવી જ ચમકાવે છે. લોકો તેમના વિશે શું કહે છે, એ વાત પર સદ્દામનું કહેવું છે કે ‘આપણા સમાજમાં બે પ્રકારના લોકો છે – એક જે મને આ કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને બીજા એ જે મારા કામ માટે મારા પર ટિપ્પણીઓ કરે છે. પણ હું બધાનો જ જવાબ હસીને આપું છું.’

સદ્દામે આ કામ શરુ કરવા અંગે કહ્યું કે વેંકટેશ બાબૂ જે પૂજા સામગ્રીની દુકાનના માલિક છે, તેમને મને તેમની દુકાન પર કામ આપ્યું. ત્યારે વેંકટેશ બાબૂનું કહેવું છે કે ‘હું ગણેશ ચતુર્થી દરમ્યાન ભગવાન ગણેશની મૂર્તિઓ વેચું છું. સદ્દામ મારી સાથે કામ કરે છે. એ હું જ હતો કે જેને સદ્દામને મંદિરની વાર્ષિક સફાઈનું કામ સોંપ્યું હતું અને એ પૂરી ઈમાનદારી સાથે આ કામ કરી રહ્યો છે. દરેક વ્યક્તિ તેમના આ કામની સરાહના કરે છે. આટલું જ નહિ તેની માતા મેહાબોબી પણ ઘણીવાર નહિ આવીને કામ કરે છે, તેઓ જહાજોની સફાઈ કરે છે અને લોકોના ઘરોમાં કામ પણ કરે છે.’

Image Source

સેવા મંડળીના પદાધિકારી નાગરાજૈયા અને ટીએસ પદ્મનાભની કહેવું છે ‘વિશેષ પ્રસંગો પર, અમારી પાસે 15 મહિલાઓનું એક જૂથ છે જે મંદિર પરિસરની સફાઈ સાથે જહાજોની સફાઈનું કામ પણ કરે છે અને આ બધી જ મહિલાઓ મુસ્લિમ છે. તેઓ નક્કી કરેલા સમય પર આવે છે, પોતાનું કામ કરે છે અને જતા રહે છે. અમે તેમના ધર્મ વિશે ક્યારેય નથી પૂછતા અને ન તેઓ કશું જ કહે છે. તેમની મહેનતને કારણે મંદિર સાફ લાગે છે.’

આપણા સમાજમાં ખૂબ જ ઓછા લોકો એવા છે જે ધર્મ અને સમુદાયને અલગ રહીને દરેક કામને પોતાનું કર્તવ્ય સમજે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks