લવ જેહાદના માહોલ વચ્ચે આવ્યો એક નવો કિસ્સો સામે, મુસ્લિમ યુવતીએ ધામધૂમથી કર્યા હિન્દૂ યુવક સાથે લગ્ન, જુઓ તસવીરો

એવું કહેવાય છે કે પ્રેમમાં કોઈ હદ નથી હોતી, ના કોઈ બંધનો હોય છે, પ્રેમ જાતિ-જ્ઞાતિ અને સમાજના વાળાઓમાં બંધાતો નથી, ત્યારે આપણે ઘણા આંતરજ્ઞાતિય લગ્નો જોયા હશે, પરંતુ હાલ જે ખબર આવી રહી છે તે જાણીને તમને પણ નવાઈ લાગશે.

એક તરફ દેશની અંદર લવ જેહાદનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે બિહારના બેગુસરાયમાં એક મુસ્લિમ યુવતીએ હિન્દૂ યુવક સાથે ધામધૂમથી લગ્ન કર્યા. તેમના આ લગ્ન મંદિરની અંદર યોજવામાં આવ્યા હતા અને મુસ્લિમ યુવતી હિન્દૂ પરિધાન સાથે તૈયાર થઈને લગ્નના ફેરા ફરી હતી.

આ તાજો જ મામલો હજારીબાગનો છે. જ્યાં ધર્મ બદલીને મુસ્લિમથી હિન્દૂ બનેલી યુવતીએ પોતાના મનગમતા જીવનસાથીની પસંદગી કરી છે. મુસ્લિમ ધર્મ છોડીને હિન્દૂ ધર્મને અપનાવનારી યુવતી સાહિલા પરવીન હજારી બાગના એક ગામની રહેવાસી છે. જયારે તેનો પતિ સોહં બિહારના બેગસુરાયનો રહેવાસી છે.

લગ્ન કરવા માટે યુવતી ઝારખંડથી ભાગીને બિહાર આવી ગઈ હતી અને તેમના લગ્ન નૌલખા મંદિરની અંદર થયા હતા, જે હાલ સમગ્ર વિસ્તારની અંદર ચર્ચાનો વિષય બન્યા છે. વરપક્ષ તરફથી છોકરાના પરિવારજનો પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા.

યુવક અને યુવતી બંને એકબીજાને છેલ્લા બે વર્ષથી ઓળખતા હતા. એકબીજા સાથે કામકાજ કરવા દરમિયાન પહેલા તેમની વચ્ચે મિત્રતા થઇ અને પછી પ્રેમ થઇ ગયો હતો. મુસ્લિમ યુવતી પોતાના ઘરેથી ભાગીને બિહાર યુવકના ઘરે આવી ગઈ ત્યારબાદ યુવકના ઘરવાળાએ બંનેના લગ્ન હિન્દૂ રીતિ રિવાજ સાથે સંપન્ન કરાવ્યા હતા.

જાણકારી પ્રમાણે હિન્દૂ યુવક સાથે લગ્ન કરવા વાળી મુસ્લિમ યુવતી સાહિલ પરવીન હવે શાલિની કુમારી બની ગઈ છે. ધર્મની દીવાલ તોડીને એક બીજા સાથે લગ્નના સાત ફેરા લેનારા આ પ્રેમી જોડા આવે ખુબ જ શાંતિનો અનુભવ કરી રહ્યા છે.

Niraj Patel