મુસ્લિમ થઇને દારૂ ખરીદી રહી છે, તમારુ માથુ કલમ કરી દઇશું…બુરખો પહેરેલી મહિલાને મળી ધમકી

મુસ્લિમ થઈને બિયર ખરીદી રહી છો, તારું માથું કાપી નાખશુ, બુરખો પહેરેલી મહિલાને જાહેરમાં ધમકી આપી, જુઓ વીડિયો

Muzaffarnagar News : ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં યુવકોએ બુરખા પહેરેલી મહિલાને દારૂ ખરીદીને ઘરે જતી અટકાવી, તેમનું માથું કાપી નાખવાની ધમકી આપી હતી. યુવકે કહ્યું કે તે મુસ્લિમ છે અને તો પણ દારૂ ખરીદી રહી છે, જેના કારણે હિંદુઓમાં તેમનું અપમાન થઈ રહ્યું છે. આ દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે યુપી તકના ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો મુઝફ્ફરનગર કોતવાલી વિસ્તારના બકરા માર્કેટનો જણાવવામાં આવી રહ્યો છે.

મુઝફ્ફરનગરમાં ગયા મહિને એક યુવતીનો હિજાબ ત્યારે ખેંચાઈ ગયો જ્યારે તે હિંદુ યુવક સાથે બાઇક પર જતી દેખાઇ હતી. બોલેરો કાર સવારોએ યુવતીને હિંદુ યુવક સાથે હોવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે યુવક વતી એફઆઈઆર નોંધીને કાર્યવાહી હાથ ધરી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બુરખો પહેરેલી મહિલા સાથે જોડાયેલો એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે.

વાયરલ વિડીયો મુજબ મહિલા નોવેલ્ટી સ્ક્વેર સ્થિત સરકારી દુકાનમાંથી દારૂ ખરીદવા જઈ રહી હતી. પીછો કરતી વખતે સિટી કોતવાલી વિસ્તારના બકરા માર્કેટ વિસ્તારમાં કેટલાક યુવકોએ તેમને રોક્યા અને નારાજગી વ્યક્ત કરી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે યુવક બુરખો પહેરેલી મહિલાના દારૂ ખરીદવા સામે વાંધો ઉઠાવી રહ્યો છે અને તેમનું માથું કાપી નાખવાની ધમકી આપી રહ્યો છે.

યુવક કહી રહ્યો છે કે આના કારણે મુસ્લિમોના નાક કપાઈ રહ્યા છે.હિન્દુઓની સામે તેમનું અપમાન થઈ રહ્યું છે. જો કે, મહિલાએ શરૂઆતમાં દારૂ ખરીદ્યો હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓએ બીયર ખરીધી છે. બાદમાં તેમણે પોતાની ભૂલ સ્વીકારીને ભવિષ્યમાં આવું ન કરવાનું કહ્યું હતું.

જો કે, આ કેસમાં બીજી અપડેટ એ છે કે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જેણે બે બુરખા પહેરેલી મહિલાને અટકાવી હતી અને તેમનું માથુ કાપી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત વીડિયોમાં એવું પણ સાંભળવા મળી રહ્યુ છે કે, હમણાં બંનેને નીચે પટકીને મારી નાંખીશ, ભલે જેલમાં જવું પડે, મારી પર 4-5 કેસ છે જ.

Shah Jina