અજબગજબ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

વર્ષોથી મુસ્લિમ પરિવાર સાથે રહેતા બ્રાહ્મણ વૃદ્ધના મૃત્યુ બાદ મુસ્લિમ ભાઈઓએ કર્યા હિન્દૂ વિધિ અનુસાર તેમના અંતિમ સંસ્કાર

દેશમાં જયારે એક તરફ એક ખાસ ગેંગ હંમેશા અફવાઓ ફેલાવવાનું કામ કરતી હોય છે અને બે ધર્મના લોકો વચ્ચે અસહિષ્ણુતા ફેલાવવાનું કામ કરે છે અને નફરતનો માહોલ ઉભો કરવાનો પ્રયાસો કરે છે ત્યારે બીજી તરફ દેશમાં એવા લોકો પણ છે કે જે કોમી એકટાણું ઉદાહરણ પૂરું પડતા હોય છે. આવો જ એક કિસ્સો અમરેલીના સાવરકુંડલામાં સામે આવ્યો છે કે જેને જાણીને તમે દંગ રહી જશો. મુસ્લિમ ભાઈઓએ તેમના પિતાના બ્રાહ્મણ મિત્રનું હિન્દુ રીત રિવાજ પ્રમાણે અગ્નિસંસ્કાર કરીને કોમી એકતાની મિસાલ પેશ કરી છે.

Image Source

વાત એમ છે કે ભીખાભાઈ કુરેશી અને ભાનુશંકર પંડયા 40 વર્ષોથી ગાઢ મિત્રો હતા. એક દિવસ મજૂરી દરમ્યાન ભીખાભાઈ કુરેશી અને ભાનુશંકર પંડ્યા એકબીજાને મળ્યા અને બંને પાક્કા મિત્રો બની ગયા. ભાનુશંકરના પરિવારમાં કોઈ જ ન હતું અને એકવાર ભાનુશંકરનો પગ ભાંગ્યો ત્યારે તેમની સારસંભાળ લેવા માટે ભીખાભાઈ કુરેશીએ તેમણે પોતાના ઘરે આવીને રહેવા કહ્યું. બસ એ જ દિવસથી ભાનુશંકર પંડયા ભીખાભાઈ કુરેશીનાપરિવારના સભ્ય બની ગયા. ત્યારથી જ એક બ્રાહ્મણ અને એક મુસ્લિમ બંને એક જ ઘરમાં રહેતા હતા અને પોતપોતાનો ધર્મ પાળતા હતા.

Image Source

સવારે ઉઠીને ભાનુશંકર પૂજાપાઠ કરતા અને મુસ્લિમ પુત્રવધૂઓ નાસ્તો આપે એ ખાઈને કામે જતા રહેતા અને સાંજે આવીને નાના-નાના પૌત્ર-પૌત્રીઓની સાથે સમય વિતાવતા. અને આમ હિન્દૂ બ્રાહ્મણ મુસ્લિમ પરિવાર સાથે ખૂબ જ ખુશીથી સમય પસાર કરી રહયા હતા. જયારે 3 વર્ષ પહેલા ભીખાભાઈનું અવસાન થયું ત્યારે ભાનુશંકર ખુબ જ તૂટી ગયા હતા. આ પછી પણ ભાનુશંકર તેમના મિત્ર ભીખાભાઇના પરિવાર સાથે જ રહેતા હતા. ભાનુશંકર તેમના મિત્ર ભીખાભાઇના ત્રણેય પુત્ર અબુ, નસીર અને ઝુબેર સાથે રહેતા હતા. ભાનુશંકરના મૃત્યુ પછી આ ત્રણેય મુસ્લિમ ભાઈઓએ જ સાથે મળીને તેમની અંતિમવિધિ કરી હતી.

Image Source

ત્રણેય ભાઈઓ મજૂરી કરે છે અને આ પરિવાર ચુસ્ત રીતે પોતાનો ધર્મ પાડે છે, દિવસમાં 5 વખત નમાજ પઢે છે અને આજ સુધી ક્યારેય રમજાનના ઉપવાસ છોડયા નથી. જયારે ભાનુશંકર પોતાના અંતિમ શ્વાસ લઇ રહયા હતા ત્યારે તેમના માટે આ મુસ્લિમ ભાઈઓએ આજુબાજુમાંથી ગંગાજળ પણ માંગ્યું હતું. પિતાના પરમ મિત્રના મૃત્યુ પછી આ મુસ્લિમ ભાઈઓએ તેમની અંતિમવિધિ હિંદુ રિવાજ મુજબ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોતાના ધર્મનો ચુસ્તપણે પાલન કરનારા ભાઈઓએ તેમના અંતિમ સંસ્કાર કરવામાં જરા પણ સમયે વેડફ્યો નહી. પિતાના ખાસ મિત્ર એવા હિન્દૂ બ્રાહ્મણ કાકાના મૃત્યુ બાદ તેમની અર્થી ઉઠાવવા માટે ધોતી અને જનોઈ જરૂરી હોવાથી મુસ્લિમ હોવા છતાં તેમણે ધોતી અને જનોઈ ધારણ કરી હતી.

Image Source

ભાનુશંકરના મૃત્યુ બાદ તેમનો આ મુસ્લિમ પરિવાર હાલ શોકમાં છે. ભીખાભાઈના પુત્ર નાસીરે જણાવ્યું હતું કે ‘ઈદનો તહેવાર ભાનુશંકર કાકા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવતા હતા. તેઓ અમારા બાળકો માટે ભેટ પણ લઈને આવતા. અમારા બાળકો તેમણે દાદા કહીને જ બોલાવતા હતા. અમારા પરિવારની મહિલાઓ પણ તેમણે પગે લાગીને આશીર્વાદ લેતી, તેઓ જ્યા સુધી જીવ્યા ત્યાં સુધી અમારા ઘરમાં અલગ રસોડું હતું જ્યા તેમના માટે શુદ્ધ શાકાહારી ભોજન અલગથી બનાવવામાં આવતું હતું.’

Image Source

ગયા અઠવાડિયે જયારે ભાનુશંકર પંડયા અવસાન પામ્યા ત્યારે તેમની અંતિમવિધિ કરનાર કોઈ ન હોવાથી આ ત્રણેય ભાઈઓએ જનોઈ અને ધોતી પહેરીને હિન્દૂ વિધિ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આટલું જ નહીં, પણ નાસીરના પત્ર અરમાને તેમણે અગ્નિદાહ આપ્યો હતો એટલે ભાનુશંકર પંડયાનું બારમું કરીને હિન્દૂ રીતરિવાજ અનુસાર અરમાનનું મુંડન પણ કરવાનું નક્કી કર્યું છે.

કુરેશી પરિવારના આ કોમી એકતાની મિસાલ પેશ કરતા કામની આખા રાજ્યમાં વાહવાહી થઇ રહી છે. જો અફવાઓથી દૂર રહીને સમાજમાં એકબીજાનો સાથ આપીને રહીશું તો આપણે દેશ ઘણો આગળ આવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.