નાગરાજુએ અશરીન સુલ્તાના સાથે કર્યા લગ્ન, છોકરીના ઘરવાળાએ નાગરાજુને છડેચોક મારી નાખ્યો !

ગુજરાત સહિત દેશભરમાંથી અનેક વાર હત્યાની ચકચારી ઘટનાઓ સામે આવતી રહે છે. જે સાંભળી આપણુ હૈયુ પણ કંપી ઉઠે છે. ત્યારે હાલમાં એક એવો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળી તમારા તો રૂંવાડા જ ઊભા થઇ જશે. 4 મે એટલે કે બુધવારના રોજ એક વ્યક્તિની ખૂબ જ ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલિસે કેટલાક શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં પણ લીધા છે. મુસ્લિમ યુવતી સાથે એક હિંદુ યુવકે લગ્ન કર્યા હતા અને આ હિન્દૂ યુવકની ખૂબ જ ઘાતકી રીતે હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે.

અહીં નાગરાજૂ નામના એક યુવકની તેના જ સાળાએ રસ્તા વચ્ચે છરી મારી ઘાતકી હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કિસ્સો હૈદરાબાદના સરૂરનગરથી સામે આવ્યે છે.પોલીસ અનુસાર, નાગરાજુ જ્યારે તેની પત્ની સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ નાગરાજુ પર તીક્ષ્ણ હથિયાર વડે ઓચિંતો હુમલો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળનું કારણ આંતર-ધાર્મિક લગ્ન જણાવવામાં આવી રહ્યુ છે. નાગરાજુએ ત્રણ મહિના પહેલા જ મુસ્લિમ યુવતિ અશરીન સુલ્તાના સાથે લગ્ન કર્યા હતા.

યુવતીના પરિવારના સભ્યો લગ્નથી ખુશ ન હતા કારણ કે તે બંને અલગ-અલગ સમુદાયના હતા. પોલીસે હત્યાને લઇને કેટલાક શકમંદોની અટકાયત કરી છે, જેઓ નાગરાજુની પત્નીના પરિવારના છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ નાગરાજુની બુધવારે રાત્રે લગભગ 9 વાગે સરૂરનગર તહસીલદાર ઓફિસ પાસે હત્યા કરવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ ફોનમાં આ ઘટનાનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. કેટલાક લોકોએ લાશની તસવીર પણ લીધી હતી.

ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. નાગરાજુના પરિવારના સભ્યોએ પ્રદર્શન કર્યું અને આરોપ લગાવ્યો કે હત્યા પાછળ નાગરાજુના સાસરિયાઓનો હાથ છે. નાગરાજુએ 31 જાન્યુઆરીએ સૈયદ અસરીન સુલતાના સાથે લગ્ન કર્યા હતા. નાગરાજુના પરિવારના એક સભ્યએ આરોપ લગાવ્યો, “તેઓ કોલેજના દિવસોથી સાથે હતા. તેઓના લગ્ન બે મહિના પહેલા જૂના શહેરના આર્ય સમાજ મંદિરમાં થયા હતા. બંને અલગ-અલગ ધર્મના હોવાથી અસરીનના પરિવારના સભ્યોએ નાગરાજની હત્યા કરી હતી.” ધ ન્યૂઝ મિનિટના અહેવાલ મુજબ, બિલ્લાપુરમ નાગરાજુ રંગારેડ્ડી જિલ્લાના મારપાલેનો રહેવાસી હતો. તે હૈદરાબાદમાં કારના શોરૂમમાં સેલ્સમેન હતો.

અસરીન સાથે લગ્ન કર્યા બાદ તે સરૂરનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. અસરીન પણ આ જ જિલ્લાના ઘનાપુર ગામની છે. પોલીસના જણાવ્યા અનુસાર નાગરાજે આરોપીની બહેન સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં બિનધર્મી હોવાને કારણે સુલ્તાનાના ભાઈએ નાગરાજની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું અને પછી બુધવારે તેને લોખંડના સળિયાથી અંધાધૂંધ માર્યો અને છરી વડે નિર્દયતાથી તેની હત્યા કરી. એક મહિના પહેલા સુલ્તાનાના ભાઈએ નાગરાજુને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને કોઇ સુરાગ મળ્યો ન હતો. 4 મેના રોજ આરોપીઓએ નાગરાજુનો પીછો કર્યો અને નાગરાજુને પંજલા અનિલ કુમાર કોલોની સરૂરનગરમાં રોક્યો.

જે બાદ આરોપીઓએ લોખંડના સળિયા અને છરી વડે તેની હત્યા કરી હતી. અશરીનના પરિવારજનો લાંબા સમય સુધી સહમત ન થયા બાદ બંનેએ 31 જાન્યુઆરીએ લગ્ન કરી લીધા હતા.અસરીને મીડિયાને જણાવ્યું હતું કે બંને 10મા ધોરણથી રિલેશનશિપમાં હતા. અસરીને કહ્યું, “નાગરાજુએ ઘણી વખત મારા પરિવારને મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેઓએ ના પાડી હતી. તેણે મારી માતાને પણ કહ્યું કે તે ઇસ્લામ કબૂલ કરશે, છતાં પણ ક્યારેય તે લોકોએ સ્વીકાર કર્યો નહીં. સુલ્તાનાએ કહ્યું કે હું મારા પતિના જીવન માટે હત્યારાઓ પાસે ભીખ માંગતી રહી. પરંતુ તેઓએ મારા પતિની છરી વડે હત્યા કરી નાખી.

Shah Jina