અભિનેતા ધર્મેન્દ્ર સાથે કિસિંગ સીન આપેલ નફીસા અલીને હિન્દૂ સાથે લગ્ન કરીને મળી હતી સજા, સાસરામાં લાગ્યો હતો બેન

ધર્મેન્દ્ર સાથે લિપલોક કરવા વાળી આ અભિનેત્રીએ હિન્દૂ સાથે લગ્ન કરીને મળી હતી સજા, સાસરામાં એન્ટ્રી પર લાગ્યો હતો બેન

બોલિવૂડના રોમેન્ટિક હીરો ધર્મેન્દ્ર સાથે ઘણી અભિનેત્રીઓની જોડી જામી હતી પરંતુ જો આપણે વૃદ્ધાવસ્થામાં રોમાન્સની વાત કરીએ તો એક મુસ્લિમ અભિનેત્રી છે જેની સાથે લોકો હજુ પણ તેના કિસિંગ સીનને ભૂલી શકતા નથી. ‘લાઇફ ઇન મેટ્રો’માં ધર્મેન્દ્રએ 72 વર્ષની ઉંમરે 50 વર્ષીય અભિનેત્રી નફીસા અલીને કિસ કરી હતી.

નફીસા તેના સમયની ખૂબ જ બોલ્ડ અને સુંદર અભિનેત્રી રહી છે પરંતુ લગ્ન પછી તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હિન્દુ સાથે લગ્ન કર્યા બાદ તેના સાસરિયાઓએ તેને લગ્નના દિવસે ઘરમાંથી કાઢી મુકી હતી. 80-90 દાયકાની ફેમસ અભિનેત્રી નફીસા અલી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંનેને લઈને ચર્ચામાં રહી છે.

નફીસાએ આર્મી ઓફિસર રવિન્દર સિંહ સોઢી સાથે લગ્ન કર્યા હતા અને જ્યારે લગ્ન બાદ સાસરિયાના ઘરે પહોંચ્યા ત્યારે સાસુએ દરવાજેથી જ પાછા મોકલી દીધા હતા. નફીસા મુસ્લિમ પરિવારમાંથી હતી અને રવિન્દર શીખ પરિવારમાંથી હતા. લગ્ન માટે બંનેને ખબર હતી કે કોઈ તૈયાર નહીં થાય તેથી બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા.

બંનેએ લગ્ન કરી લીધા પરંતુ તે પછી નફીસાની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ હતી. લગ્ન બાદ જ્યારે નફીસા તેના સાસરિયાના ઘરે ગઈ ત્યારે તેની સાસુએ ઘરમાં પ્રવેશવા દીધી ન હતી. જ્યારે નફીસાને તેના સાસરિયા ઘરમાંથી કાઢી મુકવામાં આવી ત્યારે પતિ રવિંદરના મિત્રના ઘરમાં આશ્રય મળ્યો હતો. નફીસા લાંબા સમય સુધી તે જ ગામમાં મિત્ર સાથે રહી હતી પરંતુ બાદમાં રવિન્દરની માતા અને મોટા ભાઈએ તેને સ્વીકારી અને તેમને ઘરે લાવ્યા હતા.

નફીસા અને રવિન્દરે સંપૂર્ણ રિવાજો સાથે ફરી લગ્ન કર્યા હતા. લગ્નના વર્ષો પછી જ્યારે નફીસાની સાસુ બીમાર પડી ત્યારે નફીસાએ તેની ઘણી સેવા કરી હતી. જણાવી દઈએ કે નફીસા અલી કોરોના વાયરસના કારણે ગોવામાં હતી. તે લગભગ દોઢ વર્ષ સુધી ત્યાં રહી હતી.

તાજેતરમાં જ નફીસા તેની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે મુંબઈ પરત આવી છે. નફીસાએ કહ્યું કે તેનો પરિવાર દિલ્હીમાં રહે છે અને તેને ત્યાં જવું ગમે છે. પરંતુ તેની ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું છે. કામ પર પાછા ફરવાથી તે ખૂબ જ ખુશ છે. નફીસાએ કહ્યું કે તેને ફિલ્મો જોવી અને કામ કરવું ગમે છે.

Patel Meet