રસોઈ

ઉનાળા સ્પેશિયલ રેસિપી: આ ગરમીમાં બનાવો મસ્કમેલન (ટેટી) મિલ્ક શેક અને ઠંડા થઇ જાવ

હાઈ ફે્ન્ડસ, કેમ છો?
45 ડિગરીની ગરમીમાં તમને બધાને ઠંડક મડે એવુ કંઇક પીવાનુ કે ખાવાનુ ગમે તો હું આજે તમારા માટે એવી જ રેસીપી લઈને આવી છુ જે એકદમ યુનીક અને બનાવવામાં બહુ જ ઈઝી છે. તો આજે જ ટા્ય કરો.સામગી્:

 • ટેટી- 1 નંગ
 • દૂધ-2 કપ
 • કસ્ટડૅ પાઉડર-1 ટેબલ સ્પૂન
 • વેનીલા એસેન્સ-1 ટી સ્પૂન
 • ઈલાયચી પાઉડર-1 ટી સ્પૂન
 • ડા્યફુ્ટ્સ-ગાનૅીશીંગ માટે

રીત:

 1. ¼ કપ ઠંડા દૂધમાં કસ્ટડૅ પાઉડર મિક્સ કરીને લમ્પસ ના રહે એ રીતે સરખુ મિક્સ કરો.
 2. બાકીના દૂધમાં ખાંડ ઉમેરીને 1 ઉભરો આવે ત્યાં સુધી થવા દો ત્યારબાદ તેમાં કસ્ટડૅના દૂધનું મિશ્રણ ઉમેરીને મિડિયમ આંચ પર ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો.
 3. હવે ગેસ બંધ કરીને રુમ ટેમ્પરેચર પર આવે પછી તેને નોમૅલ ફિ્જમાં ઠંડુ થવા મૂકી દો.
 4. 2-3 કલાક પછી બહાર કાઢીને તેમાં સમારેલી ટેટી, વેનીલા એસેન્સ,ઈલાયચી પાઉડર ઉમેરીને હેન્ડ મિક્સર ફેરવવુ જેથી કિ્મી ટેક્સચર આવશે.
 5. આ કુલ કિ્મી ટેટીનાં મિલ્ક શેઈકને ડા્યફુ્ટ્સથી ગાનૅીશ કરીને સવૅ કરો.
 6. કમેન્ટસમાં જણાવજો કે રેસીપી કેવી લાગી.

Author: Bhumika Dave GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks