BREAKING: બપ્પી લહેરીનું નાની ઉંમરે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

લતા મંગેશકરના નિધન પછી વધુ એક બોલિવૂડના દિગ્ગજનું નિધન થયું છે. બપ્પી લાહિરીનું આજે રાત્રે 69 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. બપ્પી લાહિરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કો કિંગ કહેવામાં આવે છે. તેમનું રિયલ નામ આલોકેશ લાહિડી હતું. બપ્પી લાહિરી તેમના સંગીતની સાથે-સાથે સોનું પહેરવાની તેમની શૈલી માટે પણ જાણીતા હતા.

પીટીઆઈએ સંગીતકાર બપ્પી લહેરીના મૃત્યુની પુષ્ટિ કરી છે. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.દીપક જોશીએ કહ્યું છે કે બપ્પી લહેરીને એક મહિના માટે હોસ્પિટલમાં દાખલ હતા અને તેમને સોમવારના રોજ રજા આપવામાં આવી હતી. પણ મંગળવારે તેમની તબિયત બગડી હતી. બપ્પી દાના પરિવારે ડૉક્ટરને ઘરે બોલાવ્યા. બપ્પી દાને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર બપ્પી દા સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી પીડિત હતા. તેમનું OSA (obstructive sleep apnea) ને કારણે અવસાન થયું છે.

બપ્પી લહેરીના અચાનક જ મૃત્યુના અહેવાલથી આખી બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝ અને ચાહકો ‘ડિસ્કો કિંગ’ને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કોઈ માની ના શકે કે હવે બપ્પી દા હવે આપણી દુનિયામાં રહ્યા નથી. સ્વરા કોકિલા લતા મંગેશકરનું થોડા દિવસ પહેલા નિધન થયું હતું. લતાજીને ગુમાવવાના આઘાતમાંથી હજુ દેશ બહાર આવ્યો નહોતો કે હવે બપ્પી દાએ હંમેશા માટે અલવિદા કહી દીધું છે.

તમને જણાવી દઈએ કે બપ્પી લહેરી આ વર્ષે સલમાન ખાનના શો ‘બિગ બોસ 15’માં પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન પણ તેમની તબિયત નાદુરસ્ત જણાતી હતી. સલમાને બપ્પી દાને સેટ પર બેસાડવા માટે ખાસ વ્યવસ્થા કરાવી હતી. સોનાના દાગીના અને સંગીત માટે પ્રખ્યાત બનેલા સુપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર બપ્પી દાએ 80-90ના દાયકામાં દેશમાં ડિસ્કો મ્યુઝિકને નવી ઓળખ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. ગયા વર્ષે બપ્પી દાને કોરોનાવાયરસનો ચેપ  પણ લાગ્યો હતો.

બપ્પી લહેરી જે હોસ્પિટલમાં એડમિટ હતા તેના ડાયરેક્ટર ડો. દીપક નામજોશીએ પીટીઆઈને જણાવ્યું, “લહેરી લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા અને સોમવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ મંગળવારે તેમની તબિયત બગડી અને તેમના પરિવારે ડૉક્ટરની સલાહ લીધી અને ઘરે બોલાવ્યા. તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. ઓએસએ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ના કારણે મોડી રાત્રે તેમનું અવસાન થયું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એ એક ક્લિનિકલ ડિસઓર્ડર છે જે ઊંઘ દરમિયાન વારંવાર શ્વાસ લેવામાં તકલીફ દ્વારા વર્ગીકૃત થયેલ છે, સામાન્ય રીતે મોટેથી નસકોરા સાથે… આ રીતે શ્વાસ રૂંધાવાથી શરીરમાં ઓક્સિજનનો પુરવઠો થોડીક ક્ષણો માટે બંધ થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઈડનું બહાર નીકળવાનું બંધ થઈ જાય છે. પરિણામે, વ્યક્તિ થોડા સમય માટે જાગી જાય છે, તેની શ્વાસ લેવાની પ્રક્રિયા ફરીથી શરૂ થાય છે.

ડબ્લ્યુએચઓ અનુસાર, આવું રાત્રિ દરમિયાન ઘણી વખત થઈ શકે છે, જેના કારણે સારી રીતે ઊંઘવું અશક્ય બની જાય છે. ત્યાં વ્યક્તિને દિવસ દરમિયાન વધુ ઊંઘ આવી શકે છે. આ સાથે, આ સાથે સંઘર્ષ કરી રહેલા વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મુશ્કેલી પડે છે.

બપ્પી લહેરીના આકસ્મિક નિધનથી બોલિવૂડ શોકમાં છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તો અભિનેત્રી કાજોલ અને તેની માતા તનુજા તેમજ સિંગર અલકા યાજ્ઞિક સહિત અનેક સ્ટાર્સ તેના ઘરે પહોંચી ગયા છે. આ ઉપરાંત પણ ઘણા સેલેબ્સ બપ્પી દાના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે.

YC