ખેલ જગત

આખરે ક્યાં કારણે મુરલી વિજયે મિત્ર દિનેશ કાર્તિકની પત્ની સાથે કર્યા હતા લગ્ન, આજ છે કારણ

ભારતીય ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય આજે તેનો 36મોં જન્મદિવસ મનાવી રહ્યો છે. મુરલી વિજય હાલ ભારતીય ટીમનો હિસ્સો નથી પરંતુ એક સમયે તે ટેસ્ટ ક્રિકેટમાં જોરદાર ઓપનિંગ આપતો હતો.

Image source

મુરલી વિજયની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટિમના અન્ય ખેલાડીઓ દિનેશ કાર્તિક સાથેનો વિવાદ કોઈથી છૂપો નથી. ખબર એવી છે કે, વિજયે દિનેશ કાર્તિકને દગો આપીને તેની પ્રેગ્નેન્ટ વાઈફ સાથે લગ્ન કરી લીધા હતા.

Image source

દિનેશ કાર્તિકની જિંદગી આસાન નથી, વર્ષ 2007માં કાર્તિકે તેની બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં દિનેશ કાર્તિકની પત્નીની મુલાકાત મુરલી વિજય સાથે થઇ હતી.
મુરલી વિજય અને નિકિતા એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. મુરલી વિજય અને નિકિતા વચ્ચે અફેર શરૂ થઇ ગયું હતું. બંને એકબીજા સાથે સમય વિતાવવા લાગ્યા હતા. દિનેશ કાર્તિકને જયારે આ વાતનીક ખબર પડી ત્યારે તે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. દિનેશે જયારે તેની પત્ની નિકીતાને છૂટાછેડા આપ્યા ત્યારે તે સમયે તે પ્રેગ્નેન્ટ હતી. છુટાછેડા થતા જ નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે, કાર્તિકે કયારે પણ દીકરા પર હક જમાવવાની કોશિશ કરી નથી.

Image source

નિકિતાથી છૂટાછેડા પછી દિનેશની જિંદગીમાં આંતરરાષ્ટ્રીય સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લિકલેનો પ્રવેશ થયો હતો. બંનેની મુલાકાત વર્ષ 2013માં થઈ હતી. દિનેશ કાર્તિકના આ ખરાબ તબક્કામાં દીપિકાએ તેનો ઘણો સાથ આપ્યો. આ પછી બંનેએ ખૂબ જ ઝડપથી સગાઈ કરી લીધી, પરંતુ તેનો ખુલાસો કર્યો નહીં.

Image source

ઓક્ટોબર 2014માં એક ઇવેન્ટ દરમિયાન બંનેએ કહ્યું હતું કે તેઓ 2015 માં લગ્ન કરી શકે છે. બંનેના લગ્ન વર્ષ 2015 માં થયા હતા. દિનેશ કાર્તિક એક હિન્દુ અને દીપિકા ક્રિશ્ચિયન છે તેથી બંનેએ બંને રિવાજો સાથે લગ્ન કર્યા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.