BREAKING NEWS: સ્ટેજ પર પરફોર્મ કરતા કરતા દુનિયા છોડી ચાલ્યા ગયા આ જાણિતા સિંગર

પૂજામાં પરફોર્મ કરતા સ્ટેજ પર બેહોંશ થયેલા સિંગરનું નિધન, ફેન્સની આંખોમાંથી આંશુ વહી ગયા

છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જાણીતા ઓડિયા ગાયક મુરલી મહાપાત્રાનું રવિવારે એટલે કે 2 ઓક્ટોબરે નિધન થયું હોવાનું સામે આવ્યુ છે. તે ઓડિશાના કોરાપુટ જિલ્લામાં દુર્ગા પૂજાના કાર્યક્રમ દરમિયાન લાઈવ પરફોર્મન્સ આપી રહ્યા હતા. આ દરમિયાન તે અચાનક બેહોશ થઈ ગયા અને સ્ટેજ પર પડી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. રિપોર્ટ્સ અનુસાર મુરલી મહાપાત્રાની તબિયત ઘણા સમયથી ખરાબ ચાલી રહી હતી.

જેપોર નગરમાં કાર્યક્રમ દરમિયાન તેમણે ચાર ગીતો ગાયા. આ પછી તે અચાનક સ્ટેજ પર ખુરશી પરથી પડી ગયા. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ઓડિયા ગાયકના ભાઈ વિભૂતિ પ્રસાદ મહાપાત્રાએ જણાવ્યું કે મુરલી મહાપાત્રાનું રવિવારે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતુ. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ મામલાની માહિતી મળતાં શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું કે હું પ્રખ્યાત ગાયક મુરલી મહાપાત્રાના નિધનથી ખૂબ જ દુખી છું.

તેમનો મધુર અવાજ હંમેશા શ્રોતાઓના હૃદયમાં ગુંજતો રહેશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. પીડિતાના પરિવાર પ્રત્યે મારી સંવેદના.આ ઘટનાએ લોકોને આ વર્ષની શરૂઆતમાં કોલકાતામાં કોન્સર્ટ પછી કેકેના મૃત્યુની યાદ અપાવી છે. સોશિયલ મીડિયા પર ગાયક મુરલી મહાપાત્રાના નિધન બાદ લોકો પ્રખ્યાત સિંગર કેકેને યાદ કરી રહ્યા છે. થોડા મહિના પહેલા કેકેનું પણ આ જ રીતે મોત થયું હતું. કોલકાતામાં એક લાઈવ કોન્સર્ટ દરમિયાન ગાતી વખતે તેને છાતીમાં ભારે દુખાવો થયો હતો.

જે બાદ હોસ્પિટલ લઈ જવાયા બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જણાવી દઈએ કે મહાપાત્રા સરકારી કર્મચારી પણ હતા. તેઓ જેપોરમાં સબ-કલેક્ટર તરીકે તૈનાત હતા. તેઓ સાત મહિના પછી નિવૃત્ત થવાના હતા. મુરલી મહાપાત્રાના મિત્ર પ્રશાંત કુમાર મિશ્રાએ જણાવ્યું કે મુરલીએ પોતાની ખરાબ તબિયત વિશે દર્શકોને જાણ કરી હતી. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તેમનાથી કોઈ ભૂલ થાય તો તેમને માફ કરી દેજો. આ પછી અચાનક તેઓ ખુરશી પરથી પડી ગયા અને આ દુનિયાને અલવિદા કહી દીધું.

Shah Jina