પાડોશમાં રહેતી ભાભી સાથે યુવકને બંધાયા અનૈતિક સંબંધો, પતિને પડી ગઈ ખબર.. પછી ખેલાયો એવો ખૂની ખેલ કે… જુઓ

પાડોશમાં રહેતી ભાભી સાથે યુવકને બંધાયા અનૈતિક સંબંધો, પતિને ખબર પડતા જ થયું મર્ડર- જાણો સમગ્ર મામલો

Murdered in relations with neighbor’s : ગુજરાત સમેત દેશભરમાં હત્યા અને આત્મહત્યા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. કોઈની અંગત અદાવતમાં તો કોઈની પ્રેમ સંબંધોના કારણે હત્યા કરી દેવાની ઘણી ઘટનાઓ છેલ્લા થોડા સમયમાં જ સામે આવી ચુકી છે. ઘણીવાર તો હત્યાની એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં હત્યા કર્યા બાદ લાશને ફેંકી દેવામાં આવે છે અને જયારે હત્યાનું રહસ્ય સામે આવે છે ત્યારે લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જતા હોય છે. હાલ એક એવી જ હત્યાની ઘટનાએ દેશભરમાં ચકચારી મચાવી દીધી છે.

પાડોશી ભાભી સાથે હતા સંબંધો :

ઉત્તર પ્રદેશના બાંદામાં એક યુવકની લાશ મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક યુવકના પાડોશમાં રહેતી પરિણીત મહિલા સાથે ગેરકાયદેસર સંબંધો હતા. જેના ફોન પર યુવક તેને મળવા ગયો હતો. જ્યાં મહિલાએ તેના પતિ સાથે મળીને તેની હત્યા કરી હતી.

મહિલાના પતિને પડી ગઈ ખબર :

મૃતકના પરિજનોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી હતી. આ મામલો બાબેરુ કોતવાલી વિસ્તારના સાતન્યા ગામનો છે. જ્યાં 10મી ડિસેમ્બરની રાત્રે એક યુવક અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનો પોલીસ સાથે શોધખોળમાં વ્યસ્ત હતા. આ દરમિયાન તેની લાશ સરકારી શાળાના કેમ્પસમાં પડેલી મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક અરુણેશને પડોશમાં રહેતી પરિણીત મહિલા સાથે અનૈતિક સંબંધો હતા.

હત્યા કરવાનો ઘડ્યો પ્લાન :

તેના પતિ પાસેથી માહિતી મેળવ્યા બાદ બંનેએ તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી તેને ઘરે બોલાવી તેનું ગળું દબાવી હત્યા કરી અને તેની લાશ સરકારી શાળાના કેમ્પસમાં ફેંકી દીધી. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી. પરિવારજનોએ પોલીસ પ્રશાસન પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે પતિ-પત્નીની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે.

સ્કૂલની પાછળ ફેંકી લાશ :

આ મામલે એએસપી લક્ષ્મી નિવાસ મિશ્રાએ કહ્યું કે બાબેરુ કોતવાલી વિસ્તારમાંથી એક યુવક ગુમ થયો હતો. જેની ગુમ થવાનો રિપોર્ટ દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું કે મૃતકને ગામની એક મહિલા સાથે ગેરકાયદેસર સંબંધો હતા. મહિલાએ મૃતકને નજીકની શાળામાં મળવા બોલાવ્યો હતો. જ્યાં તેણીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી તે લાશ મળી આવી છે અને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

Niraj Patel