પોરબંદર હત્યા કેસ ! અન્ય યુવક સાથે શારીરિક સંબંધો બંધાતા પત્નીએ કાઢી નાખ્યુ પતિનું કાસળ

પરિણીતાએ બીજા યુવક સાથે શારીરિક સંબંધો બાંધીને રંગરેલિયા મનાવ્યા, પછી પતિનું કાસળ કાઢવા પત્નીએ બનાવ્યો ખતરનાક પ્લાન

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના કિસ્સા સામે આવે છે, જેમાં અવૈદ્ય સંબંધો સહિત અનેક કારણો હોય છે. ત્યારે થોડા સમય પહેલા પોરબંદરના છાયા વિસ્તારમાં રાજુ જેસા ઓડેદરાની હત્યા થઇ હતી. ત્યારે હવે આ કેસ ઉકેલવામાં પોલિસને સફળતા મળી છે. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. છાયા વિસ્તારના દેવજી ચોક નજીક રહેતા રાજુ જેસા ઓડેદરા કે જે દૂધના વ્યાપાર સાથે સંકળાયેલો હતો. તેની થોડા દિવસ પહેલા જ બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી.

પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા

પોલીસ તપાસમાં આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરાઈ હોવાનો ખુલાસો થયો. હત્યાની માસ્ટર માઈન્ડ મૃતક રાજુની પત્ની કૃપાલી છે, જેણે તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવી. ત્યારે આ કેસમાં પોલીસે કૃપાલી, તેના પ્રેમી નિતેશ વેકરિયા અને વિશાલ સામણીની ધરપકડ કરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સવારે દૂધની ગાડી આવી અને ડ્રાઇવરે રાજુના ઘરનું બારણું ખખડાવ્યું પણ રાજુએ જવાબ ના દેતા પિતાને જાણ કરાઇ, જે પછી તેમણે ઘરે આવી જોયું તો રાજુનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડેલો હતો.

અન્ય યુવક સાથે સંબંધો બંધાતા પતિનું કાસળ કાઢી નાખ્યુ

મૃતકની માતાએ જણાવ્યુ કે આઠેક મહિના પહેલા રાજુની પત્નીને રાજકોટનો નિતેશ ઘરેથી ઉપાડી ગયો હતો. તે પછી પોલિસ તપાસમાં રાજુની પત્ની અને તેના પ્રેમી સહિત ત્રણ આરોપીનો ખુલાસો થયો, જેની ધરપકડ પણ કરી લેવાઇ છે.એવું પણ સામે આવ્યુ છે કે રાજુની પત્નીએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને પ્રેમી નિતેશ વેકરિયા અને કૃપાલીનો ભાઈ વિશાલ સામાણી આરોપી છે, જેની રાજકોટથી ધરપકડ કરાઇ છે. કૃપાલી અને રાજુએ પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેને આ લગ્ન દરમિયાન સાત વર્ષની દીકરી પણ છે.

પતિની હત્યામાં માસ્ટર માઇન્ડ પત્ની જ નીકળી

જો કે, છેલ્લા સાત આઠ મહિનાથી કૃપાલી તેની દીકરી સાથે પતિ રાજુથી અલગ પ્રેમી નિતેશ વેકરીયા સાથે રાજકોટ રહેતી હતી. છ મહિના બાદ તે ફરી દીકરી સાથે રાજુ પાસે રહેવા આવી અને 15 દિવસ પછી પાછી રાજકોટ ખાતે નિતેશ સાથે રહેવા જતી રહી. જો કે, રાજુ કોઈ પણ રીતે પત્નીને ઘરે લાવવા માંગતો હતો પણ પત્ની રાજુ સાથે રહેવા માંગતી નહોતી એટલે તેણે પ્રેમી સાથે મળી રાજુની હત્યાનો પ્લાન બનાવ્યો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina