મોરબીમાં બે વ્યક્તિઓ વચ્ચે ફટાકડા ફોડવા બાબતે થયેલી માથાકૂટમાં સમજાવવા ગયેલા વ્યક્તિની જ છરીના ઘા ઝીંકીને કરી નાખી હત્યા

ફટાકડા ફોડવાની બાબતમાં મધ્યસ્થતા ભારે પડી, માથાકૂટ રોકવા જતાં વલ્લીએ છરી વડે કરી હત્યા

Murder over bursting firecrackers in Morbi : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના અને મારામારીના બનાવો સતત સામે આવી છે. હાલના સમયમાં તો ધોળા દિવસે પણ કોઈની હત્યા કરવના મામલાઓ સામે આવતા હોય છે. આજના સમયમાં હવે દબાંગો પણ બેફામ બની ગયા છે ત્યારે મોરબીમાંથી પણ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં ફટાકડા ફોડવા બાબતે થયેલ બે વ્યક્તિઓ વચ્ચેની માથાકૂટમાં ત્રીજો વ્યક્ત મધ્યસ્થી કરાવવા ગયો અને તેની જ ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી.

ફટાકડા ફોડવાને લઈને થઇ માથાકૂટ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના લાભનગર વિસ્તારમાં રાજેશ ગઢવી નામના વ્યક્તિ પોતાના ઘરની બહાર બેઠા હતા. એ સમયે જ વલ્લી નામનો એક વ્યક્તિ લખમણભાઇ નામના વ્યક્તિના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન લખમણભાઇએ વલ્લીને ફટાકડાના ફોડવા માટે જણાવ્યું, જેને લઈને બંને વચ્ચે માથાકૂટ થઇ ગઈ હતી અને પછી આ માથાકૂટે ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન રાજેશ ગઢવી સમાધાન કરાવવા માટે ગયા હતા.

મધ્યસ્થી કરાવવા ગયેલા વ્યક્તિને ઝીંક્યા છરીના ઘા :

ત્યારે વલ્લી નામના વ્યક્તિએ રાજેશભાઈ પર જ પોતાનો રોષ ઠાલવતા એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેમને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં રાકેશભાઈ ગંભીર રીતે ઘાયલ થઇ જતા તેમને સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા,  જ્યાંથી સ્થિતિ ગંભીર લગતા તેમને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા. રાજકોટમાં પહેલા તેમને ઇમરજન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી ને ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવ્યા.

સારવાર દરમિયાન થયું મોત :

પરંતુ ટૂંકી સારવાર બાદ જ રાજેશભાઈનું મોત થઇ ગયું હતું. તહેવારોના સમયે જ આવી ઘટના બનતા તેમના પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાને લઈને રાજેશ ગઢવીના ભત્રીજા સિદ્ધાર્થની ફરિયાદના આધારે પોલીસે વલ્લી નામના વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વલ્લીની ધપરકડ પણ કરી લીધી છે.

Niraj Patel