ખબર

2 લાશ અને ચાર કપ ચા, બાથરૂમમાંથી મળી -બહેનની ડેડ બોડી,હત્યાની મિસ્ટ્રી કંઈક અલગ જ છે

હાલના સમયમાં ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ભય જ નથી રહ્યો. થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં એક હત્યાની ચર્ચાએ જોર પકડયું હતું. જેમાં સગા ભાઇ-બહેનની લોહીથી લથબથતી લાશ મળી હતી. ઘટના સ્થળ પરથી ચા કપ પણ મળ્યા હતા. પોલીસ સાબૂત ભેગા કરીને તપાસ આરંભી હતી.

Image Source

થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આરોપીઓએ ઘરમાં ઘૂસીને ડબલમર્ડરને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ હત્યા કરીને દોઢ કિલો સોનુ અને છ હજાર રૂપિયા લઈને ફરાર થઇ ગયા હતા. બંનેની ઓળખ બહેન કિરણ અને ભાઈ સૌરભ તરીકે થઈ હતી. તેનો મૃતદેહ બાથરૂમની અંદર લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યા હતા.

Image Source

મળતી માહિતી મુજબ, આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે દરમિયાન ઘરમાં ભાઈ-બહેનો હતાં. તે જ સમયે, તેના માતાપિતા અને એક બહેન ગામ ગયા હતા. જણાવી દઈએ કે મૃતકના પિતા લાલચંદ ખંડાડે આલ્ફાઇન હોસ્પિટલ નજીક ભાડે મકાનમાં રહેતા હતા. તે અવારનવાર ગામમાં ખેતી માટે આવતા હતા.

Image Source

આ કેસની જાણ થતાં ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની જાણ કરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી 4 કપ ચા સાથે પોલીસને શંકા છે કે હત્યારાઓ પરિચિતો હોઈ શકે છે. જેના કારણે તે સરળતાથી ઘરમાં પ્રવેશી ગયા હોય. કેસની તપાસ શરૂ કરી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.