મનોરંજન

5 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે બજરંગી ભાઈજાનની મુન્ની, તસવીરો જોઈને ઓળખી પણ નહીં શકો, જાણો આજે શું કરે છે?

સુપરસ્ટાર દબંગ સલમાન ખાનની ‘મુન્ની’ ફક્ત 5 વર્ષ થઈ ગઈ સ્માર્ટ, જુઓ તસ્વીરો

બજરંગી ભાઈજાન ફિલ્મ દર્શકોને ખુબ જ પસંદ આવી હતી, અને બોલીવુડમાં આ ફિલ્મ પણ ખુબ જ સફળ રહી. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે એક નાની છોકરી પણ હતી, જેનું ફિલ્મમાં નામ મુન્ની હતી. આ ફિલ્મમાં તે ગૂંગી બતાવવામાં આવી હતી. છતાં પણ તેનો અભિનય દર્શકોને ખુબ જ પસંદ આવ્યો, હવે આ ફિલ્મને 5 વર્ષ વીતી ગયા છે. આ 5 વર્ષમાં મુન્ની ઘણી બધી બદલાઈ ગઈ છે.

Image Source

બજરંગી ભાઈજાન ફિલ્મમાં મુન્નીનો અભિનય હર્ષાલી મલ્હોત્રાએ કર્યો હતો. અને તેને આ ફિલ્મ દ્વારા જ એક ચાઈલ્ડ એક્ટર તરીકે પોતાના કેરિયરની શરૂઆત પણ કરી હતી. ત્યારે તેની ઉમર માત્ર 7 વર્ષની હતી, પરંતુ હવે તે 12 વર્ષની થઇ ગઈ છે. આ 5 વર્ષમાં તેનો દેખાવ પણ ઘણો બધો બદલાઈ ગયો છે.

Image Source

બજરંગી ભાઈજાનમાં ક્યૂટ અને માસુમ દેખાનારી હર્ષાલી હવે સ્માર્ટ પણ બની ગઈ છે. હર્ષાલીને મગજથી ખુબ જ શાર્પ છે. અને હવે તે ખુબ જ સ્ટાઈલિશ પણ બની ગઈ છે.

Image Source

હર્ષાલી મલ્હોત્રાનું હાલમાં બધું જ ધ્યાન પોતાના અભ્યાસ ઉપર છે. બજરંગી ભાઈજાન બાદ તેને બીજી એક ફિલ્મ નાસ્તિકમાં પણ કામ કર્યું હતું.

Image Source

આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2017માં થયું હતું જેની અંદર અર્જુન રામપાલ અને મીરાં ચોપડા મુખ્ય કલાકારોમાં છે. પરંતુ આ ફિલ્મ હજુ પડદા ઉપર રિલીઝ થઇ નથી.

Image Source

બજરંગી ભાઈજાન પહેલા હર્ષાલી ટીવી શોમાં કામ કરતી હતી. કુબૂલ હે ધારાવાહિકમાં તેને જોયા ફારુખીના બાળપણનો અભિનય કર્યો હતો. આ ઉપરાંત હર્ષાલી લૌટ આઓ તૃષા, સાવધાન ઇન્ડિયામાં પણ નજર આવી ચુકી છે. વર્ષ 2017માં આવેલા સબસે બડા કલાકાર શોની અંદર હર્ષાલીએ સ્પેશિયલ અપિયરેંસ આપ્યું હતું, ત્યારબાદ હર્ષાલી ગ્લેમર વર્લ્ડમાં જોવા નથી મળી.

Image Source

હર્ષાલીએ ઘણી ટીવી એડ માટે પણ કામ કર્યું છે. હર્ષાલીના ચાહકો ઈચ્છી રહ્યા છે કે તે ફરી એકવાર પડદા ઉપર જોવા મળે.

Image Source

હર્ષાલી સોશિયલ મીડિયા ઉપર પણ પોતાના ફોટો શેર કરતી રહે છે. તે ટિક્ટોક ઉપર પણ એક્ટિવ હતી, તે તેની મમ્મી સાથેના મસ્તી ભર્યા વિડીયો અને પોતાના ટ્રાવેલિંગ વિડીયો પણ શેર કરે છે.