બજરંગી ભાઈજાનની મુન્નીની મમ્મી અસલ લાઈફમાં દેખાય છે બેહદ સુંદર, 10 Hot Photos જોશો તો ઓળખી પણ નહિ શકો

0

બોલીવુડના દબંગ સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો મોટાભાગે સુપરહીટ તો રહે જ છે અને તેના ફેંસ સલમાનની એક પણ મુવી મિસ નથી કરતા. થોડા સમય પહેલા સલમાનની મુવી ટ્યુબલાઈટે કઈ ખાસ કમાલ કર્યો ન હતો પણ બજરંગી ભાઈજાન એક સફળ ફિલ્મ સાબિત થઇ હતી અને આ ફિલ્મે દરેક દર્શકોનું દિલ પણ જીતી લીધું હતું.

આજે અમે સલમાન સાથે જોડાયેલી એક એવી હસતી વિશે કહેવા જઈ રહ્યા છીએ જે ખુબજ ફેમસ બની ગઈ હતી. આજે અમે જણાવીશું બજરંગી ભાઈજાન ફિલ્મની મુન્નીની માનું પાત્ર ભજવી ચુકેલી આ એક્ટ્રેસ વિશે.

આ એક્ટ્રેસનું નામ:

ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુન્નીની માનું પાત્ર ભજવનારી આ એક્ટ્રેસનું નામ મેહર વીજ છે. આ ફિલ્મમાં તેનો રોલ એકદમ સિમ્પલ અને સાધારણ હતો પણ રીયલ લાઈફમાં તેની સુંદરતા જોવા લાયક છે.

મેહરનો જન્મ 22 સપ્ટેમ્બર 1986ના રોજ થયો હતો. મેહરનું સાચું નામ તો વૈશાલી સહદેવ હતું પરંતુ ટીવી સિરિયલ ‘કિસ દેશ મેં હે મેરા દિલ’માં તેને ભજેવેલું મેહરની પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું એ પછી તેને પોતાનું નામ બદલીને મહેર કરી નાખ્યું હતું.

ઘણા ટીવી શોમાં કર્યું કામ:

તે સૌથી પહેલા મોટા પડદા પર વર્ષ 2003માં આવેલી ફિલ્મ સાયામાં નર્સના પાત્રમાં જોવા મળી હતી. એ પછી તેને ‘લકી: નો ટાઈમ ફોર લવ’ ફિલ્મમાં પદમાનું પાત્ર પણ ભજવ્યું હતું.

ફિલ્મ દિલ વીલ પ્યાર વ્યાર અને તુમ બિન 2માં પણ તે જોવા મળી હતી. તે એક મોડલ પણ છે.

મેહરે ઘણા નાના-મોટા રોલ્સ કર્યા અને પછી ટીવી સિરિયલ ‘કિસ દેશ મેં હે મેરા દિલ’ માં મહેરનું પાત્ર ભજવ્યું, જેનાથી તેને લોકોમાં ઓળખ મળી. તેને ટીવી શો યે હૈ આશિકી અને રામ મિલાયે જોડીમાં પણ કામ કર્યું છે.

સિક્રેટ સુપરસ્ટારમાં પણ આવી નજર:

બજરંગી ભાઈજાન સિવાય તેને આમીર ખાન પ્રોડકશનની ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’માં ઇન્શીયાની માનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું હતું. જેમાં પણ તેના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા.

દિલ્હીની છે મહેર:

જણાવી દઈએ કે મેહરની ઉમર 31 વર્ષ છે અને તે દિલ્હીની રહેવાસી છે. મેહર ફિલ્મોમાં જેટલી સિમ્પલ દેખાઈ આવે છે અસલમાં તે ખુબ જ ગ્લેમર અને સ્ટાઈલીશ છે. ટીવી અભિનેતા પિયુષ સહદેવ તેના મોટા ભાઈ છે.

આ વ્યક્તિ સાથે કર્યા લગ્ન:

થોડાક વર્ષો એકબીજાને ડેટ કર્યા પછી મેહરે ફિલ્મ એક્ટર ‘માનવ વીજ’ સાથે વર્ષ 2009માં લગ્ન કરી લીધા હતા. જણાવી દઈએ કે માનવ વીજ ‘ફીલ્લોરી’, ‘રંગુન’, ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મોમાં નજર આવ્યા હતા. ‘ફીલ્લોરી’ માં તે અનુષ્કાના ભાઈના રોલમાં નજરમાં આવ્યા હતા.

ખુશ મિજાજ છે મહેર:

મેહર હંમેશા ખુશ રહે છે. જો કે તેનો સ્વભાવ તેના કીરદારોમાં પણ ઉભરાઈ આવે છે. મેહરને ટીવી અને મોટા પડદે ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને તેને બંને ઇન્ડસ્ટ્રીમાં સારી સફળતા પણ મળી છે.

તે ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરીને ઘણું કમાય છે. તે આટલી પ્રખ્યાત હોવા છતાં પરિવાર સાથે સાદું જીવન જીવવામાં માને છે. એક અભિનેત્રી હોવા છતાં તે સામાન્ય લોકોની જેમ જ રહે છે.

અભિનય સિવાય મેહરને ફરવું, વાંચવું અને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. તેને ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે વર્ષ 2018માં જીઓ ફિલ્મફેર એવૉર્ડ પણ મળ્યો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here