માતાજીની આરતી બાદ જોવા મળ્યું નારી શક્તિનું ઉમદા ઉદાહરણ, સોનાની ચેઇન તોડીને ભાગી રહેલા બે ચોરને યુવતીએ ભણાવ્યો બરાબરનો પાઠ, જુઓ

નવરાત્રી એ શક્તિનો તહેવાર છે, અને સતત 9 દિવસ સુધી દેશભરમાં લોકો શક્તિની આરાધના પણ કરતા હોય છે. આ નવરાત્રીમાં પણ એવો જ માહોલ જોવા મળ્યો. ઠેર ઠેર માતાજીના પંડાલો શણગારાયા અને ભક્તો માતાજીના દર્શન કરીને પાવન પણ બન્યા, ત્યારે આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો અને ચોરો દ્વારા કેટલીક એવી હરકતો પણ કરવામાં આવી જે ઘટનાઓ જોઈને લોકો પણ હેરાન રહી ગયા. આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયલર થઇ રહ્યો છે, જેમાં એક યુવતી ચોરોને પાઠ ભણાવતી જોવા મળી રહી છે.

ઇન્ટરનેટ ઉપર એક મહિલાની બહાદુરીની ખૂબ ચર્ચા થઈ રહી છે. મહિલાએ એકલા હાથે તેના ગળામાંથી સોનાની ચેઈન આંચકીને ભાગી રહેલા બે સ્નેચરોને પકડી લીધા હતા. એટલું જ નહીં, ખુલ્લેઆમ બંનેને માર મારતાં તે પોલીસ સ્ટેશન લઈ ગઈ. મહિલાની આ હિંમત જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

આ મામલો બિહારના મુંગેરમાં હેરી વિસ્તારના કોતવાલી પોલીસ સ્ટેશનના બાટા ચોકનો છે. જો કે, કોઈએ આ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કરી દીધી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ બહાદુર મહિલાએ તેનું નામ અપર્ણા કુમારી જણાવ્યું. તે ભાગલપુરની રહેવાસી છે. અપર્ણાએ જણાવ્યું કે ગુરુવારે તે દર્શન કરવા મુંગેર ગઈ હતી.

આ દરમિયાન આરતી પૂરી થયા બાદ તે બાટા ચોકમાં ઉભી હતી ત્યારે બે તસ્કરોએ તેના ગળામાંથી સોનાની ચેઈન આંચકી લીધી હતી. ત્યારબાદ અપર્ણાએ હિંમત બતાવી બંને સ્નેચરોને સ્થળ પર જ પકડી લીધા. ત્યારબાદ તેણે બંનેને માર માર્યો હતો. જ્યારે તેણે સ્નેચરો પાસેથી તેની સોનાની ચેઈન માંગી તો બંને સ્નેચરોએ ચેઈન આંચકી હોવાની ના પાડી દીધી હતી. ત્યારપછી અપર્ણા ફરી ગુસ્સે થઈ ગઈ અને બંને સ્નેચર્સને રસ્તા પર ખેંચીને કોતવાલી પોલીસ સ્ટેશનને હવાલે કરી દીધા.

જોકે આ દરમિયાન લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ટોળાના ઘણા લોકોએ બંને આરોપીઓને માર પણ માર્યો હતો. કોતવાલી પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારી રણજીત કુમારે જણાવ્યું કે એક મહિલા બે લોકોને સોનાની ચેઈન છીનવી લેવાના આરોપમાં પોલીસ સ્ટેશન લઈ ગઈ. બંનેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ બંને પાસેથી સોનાની ચેઈન મળી આવી નથી. તેમણે કહ્યું કે બંનેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. બે આરોપીઓમાંથી એક ખગરિયા જિલ્લાનો રહેવાસી છે અને બીજો મુંગેરના નૌવાગઢીના બજરંગબલી ચોકનો છે.

Niraj Patel