લો બોલો, મગમાંથી બનાવી નાખી ધાણી (પોપકોર્ન) ? જુઓ આ વાયરલ વીડિયોની સાચી હકીકત, મગમાંથી પોપકોર્ન બને છે કે નહિ ?

સોશિયલ મીડિયા ઉપર કુકીંગને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કુકીંગ કરવા માટેની અલગ અલગ રેસિપી બતાવવામાં આવતી હોય છે. જે જોનારને પણ ખુબ જ પસંદ આવે છે, પરંતુ ઘણીવાર વીડિયોમાં બતાવવામાં આવેલી વસ્તુ જયારે ઘરે બનાવવા માટે જઈએ છીએ ત્યારે કંઈક જુદું જ બની જતું હોવાનું પણ આપણે જોયું હશે. ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક વ્યક્તિ મગમાંથી પોપકોર્ન બનાવવાનો દાવો કરતો જોવા મળી રહ્યો છે. જેના કારણે આ વીડિયો લોકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે. કારણ કે અત્યારસુધી લોકોએ મકાઇમાંથી બનેલા પોપકોર્ન જ ખાધા હશે, ત્યારે હવે મગમાંથી પોપોકોર્ન ઘણા લોકો પહેલીવાર જ જોયા છે, જેના કારણે લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ગેસ ઉપર કુકર મૂકે છે અને તેમાં થોડા મગ નાખે છે જેના બાદ કૂકરમાં થોડું તેલ નાખે છે. જેના બાદ તે ખાંડ જેવી વસ્તુ પણ અંદર નાખતો જોવા મળી રહ્યો છે. આ મિશ્રણને હલાવીને આ વ્યક્તિ કુકરનું ઢાંકણ બંધ કરી દે છે. આ ઢાંકણની સીટી પહેલાથી જ કાઢી નાખવામાં આવી છે. થોડીવારમાં જ પોપકોર્ન ફૂટવાનો અવાજ આવે છે અને જયારે તે વ્યક્તિ કુકરનું ઢાંકણું ખોલે છે ત્યારે તેમાં મગના પોપકોર્ન તૈયાર થઇ ગયેલા જોવા મળે છે. પહેલા જુઓ આ વાયરલ વીડિયો જેમાં કેવી રીતે બનાવવામાં આવ્યા હતા મગમાંથી પોપકોર્ન.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


સોશિયલ મીડિયામાં આ વીડિયો જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. જો કે આ રેસિપી સાચી છે તે અંગે અમે કોઈ સ્પષ્ટતા નથી કરી રહ્યા, પરંતુ આ રેસિપી લોકોને ખુબ જ પસંદ ચોક્કસ આવી રહી છે. જયારે મકાઈના પોપકોર્ન ખાવાના કારણે પેટમાં દુખાવો, ગેસ, એસીડીટી જેવી સમસ્યા થઇ શકે છે ત્યારે આ મગના પોપકોર્ન ખુબ જ ફાયદાકારક રહેશે તેવું પણ લોકો કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે. કેટલાક યુઝર્સએ તો આ રેસિપી ટ્રાય પણ કરી અને કોમેન્ટમાં જણાવ્યું કે “આ રેસિપીથી મગ બળી ને કાળા થઇ ગયા’ તો ઘણા લોકો એ જણાવ્યું કે આ શક્ય જ નથી.

શું છે આ વાયરલ વીડિયોની હકીકત : સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડીયોનું ગુજ્જુરોકસ ટીમ દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું. જેમાં વીડિયોમાં જણાવ્યા અનુસાર ગુજ્જુરોકસની ટીમ દ્વારા મગ અને અન્ય સામગ્રી લઈને કૂકરમાં વીડિયોમાં બતાવ્યા પ્રમાણે પોપકોર્ન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ વાયરલ વીડિયોમાં જે બતાવવામાં આવ્યું છે તે તદ્દન ખોટું છે, વીડિયોમાં બતાવ્યા પ્રમાણે પોપકોર્ન તો દૂર રહ્યા એક મગ પણ ફૂટ્યો નહિ અને કૂકરમાં બધું જ કાળું કાળું થઈ ગયું હતું. જેના દ્વારા એ સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયોમાં બતાવવામાં આવેલી રેસિપી તદ્દન ખોટી છે !!


નોંધ: વાયરલ વીડિયોને જોઈ તેની સાચી હકીકત તપાસવા માટે અમે પણ આ રેસિપી બનાવવાનો ટ્રાય કર્યો હતો, પરંતુ આમારા મગ બળી ગયા હતા. જે તમે વીડિયોમાં જોયું હશે, આ ઉપરાંત કુકર પણ કાળું થઇ ગયું હતું. અમે ભારતીય દુકાનમાં મળતા મગ વાપર્યા હતા, કદાચ વીડિયોમાં બતાવેલા મગ કોઈ વિદેશી મગ અથવા તો કોઈ હાઈબ્રીડ મગ હોઈ શકે છે, જેની અમે ખરાઈ કરતા નથી.

Niraj Patel