જૂનાગઢના મુનવ્વર ફારુકીએ લોકઅપ જીત્યા બાદ શેર કરી ગર્લફ્રેન્ડ સાથેની રોમેન્ટિક તસવીર ! શું શોમાં અંજલી-સાયશાને આપી રહ્યો હતો દગો ?

લોકઅપના વિનર બન્યા બાદ ડોંગરી પહોંચ્યો જૂનાગઢનો મુનવ્વર ફારૂકી, ચાહકોએ કર્યુ ગ્રાન્ડ વેલકમ, વીડિયો

કંગના રનૌતના હોસ્ટ શો ‘લોકઅપ’ની પહેલી સીઝન જીતનાર મુનવ્વર ફારૂકીની લેટેસ્ટ પોસ્ટ જોઈને ચાહકોની આંખો ભરાઇ આવી હતી. મુનવ્વર ફારૂકી રિયાલિટી શોમાં ક્યારેક અંજલી અને ક્યારેક સાયશાને પ્રેમ વ્યક્ત કરતો જોવા મળ્યો હતો, પરંતુ હવે શોમાંથી બહાર આવ્યા બાદ તેણે અન્ય યુવતી સાથેનો પોતાનો રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. આ તસવીર જોઈને ચાહકો મૂંઝવણમાં છે. મુનવ્વર ફારૂકીને ‘લોકઅપ’ના માસ્ટર માઈન્ડનો ટેગ આપવામાં આવ્યો હતો કારણ કે તે શો જીતવા માટે ઘણી અલગ-અલગ યુક્તિઓ કરતો હતો.

હવે મુનવ્વરે આ યુવતી સાથે શેર કરેલા ફોટોએ બધાને ચોંકાવી દીધા છે. જો કે આ છોકરી કોણ છે તે કહેવું મુશ્કેલ છે કારણ કે મુનવ્વરે હાર્ટ ઇમોજી વડે તેનો ચહેરો છુપાવ્યો છે. પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર આ ફોટો શેર કરતી વખતે મુનવ્વરે દિલજીત દોસાંઝનું ગીત પણ શેર કર્યુ છે. મુનવ્વર ફારૂકી લોકઅપની અંદર અંજલિની ખૂબ નજીક હતો પરંતુ તેણે એ પણ સંકેત આપ્યો કે શોની બહાર તેની એક ગર્લફ્રેન્ડ પણ છે. જ્યારે પણ મુનવ્વર આ ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કરતો ત્યારે તે તેને બબ્બી કહીને બોલાવતો.

તો શું મુનવ્વર ફારૂકીએ શોમાંથી બહાર આવ્યા પછી પહેલીવાર તેની રિયલ લાઈફ ગર્લફ્રેન્ડ બબ્બી સાથેની તસવીર શેર કરી છે ? આ વિશે અત્યારે કંઈપણ કહેવું કદાચ બહુ વહેલું ગણાશે. કોમેડિયન મુનવ્વર ફારૂકી રિયાલિટી શો લોકઅપનો વિનર બન્યા બાદ ડોંગરી સ્થિત પોતાના ઘરે પહોંચ્યો હતો. ડોંગરીમાં મુનવ્વરનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મુનવ્વર ફારૂકી તેની ટ્રોફી લઈને ડોંગરી પહોંચ્યો ત્યારે ચાહકો ઉમટી પડ્યા હતા. બધાએ કોમેડિયનને ચીયર કર્યું હતુ અને ટ્રોફી જોઈને ખુશી પણ વ્યક્ત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મુનવ્વર ફારૂકી લોક અપનો પ્રથમ વિજેતા છે. જેલ આધારિત આ શોનો ફિનાલે 7 મે શનિવારે યોજાયો હતો. મુનવ્વરે તેના ચાહકોને વચન આપ્યું હતું કે ‘ટ્રોફી તો ડોંગરી હી આયેગી’. અને તે જ થયું. શો જીત્યા બાદ જ્યારે મુનવ્વર ફારૂકી ટ્રોફી સાથે ડોંગરી પહોંચ્યો ત્યારે તેના ચાહકોની ખુશી જોવા જેવી હતી. કોમેડિયનના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મુનવ્વર ફારૂકીએ ડોંગરી પહોંચ્યા પછી પોતાની કારમાંથી ઉતરી બધાનો આભાર માન્યો હતો. મુનવ્વર ફારૂકી ચાલતી કારમાં ઉભો થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by (@fc_munawar.faruqui)

તેના ચાહકોનો કાફલો તેની પાછળ-પાછળ તેનો જયજયકાર કરતો હતો. આ પછી ચાહકોએ તેને ટ્રોફી બતાવવાની માંગ કરી, જ્યારે મુનવ્વરે તેની ટ્રોફી ઉભી કરી તો લોકો આનંદથી ઉછળી પડ્યા. ટ્રોફી સાથે મુનવ્વર ફારૂકીએ 20 લાખ રૂપિયા ઉપરાંત વિદેશ પ્રવાસ અને કાર પણ જીતી છે. મીડિયા અહેવાલ અનુસાર લોકઅપ બાદ હવે મુનવ્વર ફારૂકી ખતરો કે ખિલાડીમાં જોવા મળશે. રોહિત શેટ્ટીના આ સ્ટંટ રિયાલિટી શોમાં મુનવ્વર ખતરનાક ટાસ્ક અને એડવેન્ચર કરતો જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Prince✨ (@royal.xd02)

ત્યારે હવે મુનવ્વરે શેર કરેલી તસવીરની વાત કરીએ તો, તે તેની કથિત ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક પોઝમાં ઉભો છે. યુવતી અરીસામાં ફોટો લેતી જોવા મળે છે, જ્યારે મુનવ્વરે તેને ખૂબ જ પ્રેમથી પકડી રાખી છે. જો કે, યુવતીનો ચહેરો પૂરેપૂરો દેખાતો નથી કારણ કે મુનવ્વરે તેને હાર્ટ ઇમોજી વડે છુપાવ્યો છે. શોની વાત કરીએ તો, મુનવ્વરે શોમાં જ ખુલાસો કર્યો હતો કે તે પરિણીત છે અને તેને એક બાળક પણ છે.

Shah Jina