Brekaing: સલમાન ખાન જ નહિ પરંતુ ગુજરાતનો આ મશહૂર કોમેડિયન પણ લોરેન્સ બિશ્નોઇની હિટ લિસ્ટમાં…

સલમાન ખાન જ નહિ પણ લોરેન્સ બિશ્નોઇ ગેંગના નિશાના પર મુનવ્વર ફારૂકી પણ, વધારવામાં આવી કોમેડિયનની સુરક્ષા

બાબા સિદ્દીકની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર અન્ય કોણ છે તેની જોરદાર ચર્ચા છે. આ ગેંગે કથિત રીતે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. તેનું કારણ સલમાન ખાન સાથેની તેની મિત્રતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે એ વાત સામે આવી છે કે સલમાન સિવાય કોમેડિયન મુનવ્વર ફારૂકી પણ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર પોલીસે સાવચેતીના પગલા તરીકે કોમેડિયનની સુરક્ષા વધારી દીધી.

ગયા મહિને દિલ્હીમાં બિશ્નોઈ ગેંગના કેટલાક સભ્યોએ મુનવ્વરની હત્યાનો કથિત પ્રયાસ કર્યો હોવાની માહિતી મળી હતી. મુનવ્વરનો પીછો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તે ગેંગના હિટ લિસ્ટમાં છે. ગેંગના સભ્યોએ દિલ્હીની એક હોટલમાં પોતાના માટે રૂમ બુક કરાવ્યો હતો. ફારૂકીને સપ્ટેમ્બર મહિનામાં એક કાર્યક્રમ માટે અહીં રાખવામાં આવ્યો હતો, જોકે ગુપ્તચર એજન્સીઓએ સમયસર કાર્યવાહી કરી હતી અને આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

સ્ટેન્ડ-અપ કોમેડિયનને પોલીસ સુરક્ષા હેઠળ સલામત સ્થળે પરત લઈ જવામાં આવ્યો હતો. એક અધિકારીએ TOIને જણાવ્યું કે હિંદુ દેવી-દેવતાઓ પર ફારૂકીના નિવેદનથી ગેંગ ગુસ્સે હતી. સપ્ટેમ્બરમાં દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કેટલાક શૂટરોને હુમલાને અંજામ આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. શૂટર ફારૂકી સાથે એ જ ફ્લાઈટમાં મુંબઈથી મુસાફરી કરી રહ્યો હતો. અધિકારીએ કહ્યું કે ગુપ્તચર એજન્સીઓએ આ અંગે દિલ્હી પોલીસને એલર્ટ કરી હતી અને આ રીતે પ્લાન નિષ્ફળ ગયો. જણાવી દઇએ કે, 12 ઓક્ટોબરે બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

આ કેસમાં બીજા દિવસે બે શૂટર્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એક ફેસબુક પોસ્ટ દ્વારા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કથિત રીતે હત્યાની જવાબદારી સ્વીકારી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ગેંગે સિદ્દીકીને નિશાન બનાવ્યા કારણ કે તેના સલમાન ખાન સાથે નજીકના સંબંધો હતા. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તેના દાઉદ ઈબ્રાહિમ જેવા અંડરવર્લ્ડ લોકો સાથે કથિત સંબંધો હતા. પોસ્ટમાં ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાના આરોપી અનુજ થાપનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેણે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી.

મુનવ્વર ફારૂકીની વાત કરીએ તો, તેનો જન્મ ગુજરાતના એક મધ્યમ વર્ગના મુસ્લિમ પરિવારમાં થયો હતો. 28 જાન્યુઆરી 1992ના રોજ જન્મેલ મુનવ્વર ફારૂકી આજે ભારતના ટોચના કોમેડિયનમાંનો એક છે. બિગ બોસમાં ભાગ લેતા પહેલા તે વર્ષ 2022માં કંગના રનૌતના શો લોકઅપનો વિજેતા રહી ચૂક્યો છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!