દિગ્ગ્જ કમ્પની ગૂગલની નોકરીને લાત મારીને આ છોકરાએ શરૂ કરી આ ની દૂકાન, માલામાલ થઇ ગયો

વાહ…આ ધંધા માટે છોડી Google ની નોકરી, આજે વર્ષની કમાણી 50 લાખ પાર- જુઓ

દુનિયાની સૌથી મોટી IT કંપની ગુગલમાં કામ કરવુ એ કોઇનું પણ સપનુ હોય છે. કારણ કે કામ અને સેલેરીના મામલે ગુગલને ઘણી સારી માનવામાં આવે છે. ગુગલમાં નોકરી કરવા માટે ઘણા ઇન્ટરવ્યુ આપવાના હોય છે. જે આ ઇન્ટરવ્યુને પાસ કરે છે તેની નોકરી લાગી જાય છે. પરંતુ શું તમે એ વાત માની શકો કે કોઇ વ્યક્તિ સમોસા વેચવા માટે ગુગલની નોકરી છોડી દે ? જી હાં, આવું જ કંઇક ‘ધ બોહરી કિચન’ના માલિક મુનાફ કપાડિયાએ કર્યુ છે. તેમણે માતાના હાથના સમોસા વેચવા માટે ગુગલની નોકરી છોડી દીધી. પરંતુ એક વર્ષ બાદ તેમનુ ટર્નઓવર 50 લાાખ રૂપિયાથી વધારેનું થઇ ગયુ છે.

મુનાફ કપાડિયા ગુગલમાં એકાઉન્ટ સ્ટ્રેટજિસ્ટના પદ પર હતા અને નોકરી કરતા તેઓ મસૂરી, હૈદરાબાદ અને પછી મુંબઇ આવી ગયા, નોકરી સાથે સાથે જ મુનાફે ટીબીકે નામની કંપનીથી ડિલીવરી કિચનની શરૂઆત કરી અને ઓનલાઇન ઓર્ડર લેવા લાગ્યા. આ કિચનમાં તેમણે તેમની માતા નફીસાના હાથથી બનેલ વ્યંજન વેચવાના શરૂ કરી દીધા. મુનાફ બોહરા સમુદાયથી છે. આ માટે મેનુમાં બોહરા થાળી પણ રાખી. તેનો સ્વાદ લોકોને પસંદ આવવા લાગ્યો.

મુનાફ કપાડિયાની ફેસબુક પ્રોફાઇલમાં લખેલુ છે કે, હું એ વ્યક્તિ છુ જેણે સમોચા વેચવા માટે ગુગલની નોકરી છોડી દીધી. પરંતુ તેમના સમોસાની ખાસિયત એ છે કે તે મુંબઇની 5 સ્ટાર હોટલો અને બોલિવુડમાં ઘણા લોકપ્રિય છે. મુનાફે એમબીએનો અભ્યાસ કર્યો છે અને તે બાદ કેટલીક કંપનીઓમાં નોકરી કરી અને પછી તેઓ વિદેશ ચાલી ગયા. વિદેશમાં કેટલીક કંપનીઓમાં ઇન્ટરવ્યુ બાદ મુનાફને ગુગલમાં નોકરી મળી ગઇ. કેટલાક વર્ષો સુધી ગુગલમાં નોકરી કર્યા બાદ તેમને લાગ્યુ કે તેઓ આનાથી વધુ સારુ કામ કરી શકે છે, પછી શુ, તેઓ ઘરે આવી ગયા.

મુનાફ જણાવે છે કે, તેમની માતા નફીસા ટીવી જોવાની ઘણી શોખીન છે અને ટીવી સામે ઘણો સમય પણ વીતાવતા હતા. તેમને ફૂડ શો જોવા ઘણા પસંદ હતા. તેઓ ખાવાનું પણ ઘણુ સારુ બનાવતા હતા. તેમને લાગ્યુ કે તેમની માતા પાસેથી ટિપ્સ લઇ તેઓ ફૂડ ચેન ખોલશે. તેમણે રેસ્ટોરન્ટ ખોલવાનો પ્લાન બનાવ્યો અને માતાના હાથથી ખાવાનું બનાવડાવી ઘણા લોકોને ખવડાવ્યુ. બધાએ ઘણી પ્રશંસા કરી, આનાથી મુનાફને બળ મળ્યુ અને તે આ સપનાને પૂરા કરવામાં લાગી ગયા.

મુનાફના બિઝનેસને વધારવા માટે જેટલા ઓર્ડરની જરૂરત હતી તેટલા મળી રહ્યા ન હતા. એવામાં કિચનને બંધ કરવા વિશે વિચારી રહ્યા હતા. આ વચ્તે ફોર્બ્સ ઇન્ડિયાનો એક દિવસ તેમને ફોન આવ્યો કે તે “30 અંડર 30” અંક માટે તેમને કવર કરવા માંગે છે. આ ફોને મુનાફની અંદર જોશ ભરી દીધો. તેને એ વાતનો અંદાજો થઇ ગયો કે તેમના વ્યંજનની ખુશ્બુ ફોર્બ્સ સુધી પહોંચી ગઇ છે.

વર્ષ 2019 સુધી મુનાફે મુંબઇના ઘણા વિસ્તારોમાં પોતાની બ્રાંચ ખોલી દીધી. તેમના વ્યંજનનો સ્વાદ ઋષિ કપૂર, રાની મુખર્જી, હ્રતિક રોશન સહિત અનેક બોલિવુડ સેલેબ્સ સુધી પહોંચ્યો છે. વૈશ્વિક કોરોના મહામારીને કારણે તેમનું કિચન થોડા સમય સુધી બંધ રહ્યુ હતુ. મુનાફ જણાવે છે કે, સમોસા ઉપરાંત અમે બીજી ઘણી ડિશ બનાવીએ છીએ જેમાં મટન સમોસા, નરગિસ કબાબ, ડબ્બા ગોશ્ત વગેરે સામેલ છે.

મુનાફનું ધ બોહરી કિચન માત્ર મુંબઇમાં જ નહિ પૂરા દેશભરમાં મશહૂર છે. મુનાફના રેસ્ટોરન્ટમાં માત્ર સમોસા નથી મળતી પરંતુ સમોસા તેમના ટ્રેડમાર્ક જરૂર છે. તેઓ કીમા સમોસા અને રાન પણ બનાવે છે. તેમના રેસ્ટોરન્ટને હજી એક વર્ષથી થોડુ વધારે થયુ છે અને તેમનું ટર્નઓવર 50 લાખ સુધી પહોચી ગયુ છે. મુનાફ તેને 3-5 કરોડ સુધી પહોંચાડવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by The Bohri Kitchen (@thebohrikitchen)

Shah Jina