ધાર્મિક-દુનિયા

અખિલ બ્રહ્માંડમાં એક તું….. મુમુક્ષોના દ્વારે, ભગવાન ઋષભદેવ અને ચોવીસ તીર્થંકરોના પગલે ચાલતો સમુદાય એટલે જૈન સમુદાય

 

28 જાન્યુઆરીની સુવર્ણ રાત
મોટિવેશન સ્પીકર
વર્ષીદાનના માર્ગે
મહોત્સવની ઉજવણી
વિશ્વ વિજયના રસ્તે

ભગવાન ઋષભદેવ અને ચોવીસ તીર્થંકરોના પગલે ચાલતો સમુદાય એટલે જૈન સમુદાય. અનેક યુગ આવ્યા આજે પણ તેમના ફેલાયેલા ઉપદેશ એક પછી  એક મુમુક્ષો, આચાર્યશ્રીઓ આજે વિશ્વમાં ફેલાવો કરી રહયા છે. આ કાર્ય ખુબજ વેગવંતુ બની ગયું છે. આ કાર્યને વેગવંતુ બનાવવાનું શુભકાર્ય પ.પૂ જૈનાચાર્ય શ્રી યુગભૂષણસુરીશ્વરજી મહારાજ ( પંડિત મ.સા ) કરી રહ્યા છે.

દીક્ષા મહોત્સવમાં અનોખો  પ્રસંગ let’s win  શહેરમાં ખ્યાતનામ હસ્તીઓ સાથે મુમુક્ષોનો પરિસંવાદ યોજાશે. પ.પૂ જૈનાચાર્ય શ્રી યુગભૂષણસુરીશ્વરજી મહારાજ (પંડિત મ.સા) ની નિશ્રામાં 25 જાન્યુઆરીથી તત્ત્વત્રય મહિમા મહોત્સવ અંતરગત વિજય પ્રસ્થાન ઉત્સવનો પ્રારંભ શ્રી પાર્શ્વતિલક જૈન સંઘ ચેમ્બુરના ઉપક્રમે બોરીવલી ચીકુવાડી ગ્રાઉન્ડમ થઈ ચૂક્યો છે.

જેનું આયોજન યુવા જાગૃતિ પ્રેરક પ્રખ્યાત સંસ્થા ‘ જ્યોત ‘ કરી રહી છે. મહોત્સવ અંતર્ગત 28 જાન્યુઆરી રાત્રે સાડા સાત વાગે શહેરના નામાંકિત હસ્તીઓ સાથે મુમુક્ષુઓના પરિસંવાદ યોજાશે.

પ.પૂ મોહજિતવિજયજી મહારાજનાં સમુદાયવર્તી આચાર્યશ્રી યુગભૂષણસુરીશ્વરજી મહારાજનાં logical & scientifical  પ્રવચનોથી પ્રભાવિત થઈને 8 – 8 well setteled દિક્ષાર્થીઓ વિશ્વવિજયના રસ્તે માર્ગે પ્રસ્થાન કરવા ઉત્સાહિત થયાં છે. આ અવસરે દિક્ષાર્થીઓ પોતે શુ મેળવ્યું છે ? શુ મેળવવા જઈ રહયા છે ? તેની ચર્ચા નામી સફળ વ્યક્તિઓ સાથે કરશે.

“સામાન્ય લોક માનસમાં જેને ઉંચી ઉપલબ્ધી ગણાવામાં આવે છે. તેમાં પોકાળતા કે મજબૂતાઈ કેટલી છે ? તેમાં વાસ્તવિક કલ્પના કેટલી છે? તેના વિશે વિચારોની આપ-લે કરાશે. ઉપરાંત દિક્ષાનો માર્ગ ઉપલબ્ધી છે કે નુકશાની ? તેની પણ વિચારણા કરવામાં આવશે “. મહોત્સવ સમિતિના સંયોજક લાજેશભાઈ ખોનાએ જણાવ્યું હતું.

આ સંવાદનું સંચાલન motivation speaker રાહુલ કપૂર કરશે.ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવમાં 29 જાન્યુઆરી સવારે સાત કલાકે બોરીવલીના રાજમાર્ગો ઉપર ભવ્ય વર્ષીદાનનો વરઘોડો નીકળશે. તથા 30 જાન્યુઆરી સવારે છ કલાકે બોરીવલી ચીકુવાડી ગ્રાઉન્ડમાં જૈનાચાર્યશ્રીનાં વરદ હસ્તે દિક્ષા ગ્રહણ કરશે.

28 જાન્યુઆરીનાં અનોખા સંવાદ સાથે જનતા પણ સરળતાથી જોડાઈ શકે, માટે તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.


Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.