ના ઉમ્ર કી સીમા ન વતન કી સરહદ…મુંબઇની આ ખૂબસુરત હસીનાનું આવ્યુ 55 વર્ષના અમીર પાકિસ્તાની પર દિલ; જુઓ તસવીરો
બીજા ધર્મમાં લગ્ન કરવા ક્યારેક ચર્ચાનું કારણ બની જાય છે. આવી સ્થિતિમાં જો લગ્ન બે દેશોની સરહદ પારના લોકો વચ્ચે થાય તો તેની ચર્ચા ચોક્કસ થાય છે. ઘણીવાર તમે જોયું જ હશે કે કોઈ ભારતથી પાકિસ્તાન અથવા પાકિસ્તાનથી ભારતમાં આવી લગ્ન કરે છે, અને આ ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જાય છે. વાસ્તવમાં, ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચેના લગ્ન ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.
આ દિવસોમાં આવા જ એક કપલના લગ્ન અને હનીમૂન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ લગ્ન માત્ર તેમના દેશો વચ્ચેના સંબંધોને કારણે જ નહીં, પરંતુ લવ બર્ડ્સ વચ્ચેની ઉંમરના મોટા અંતરને કારણે પણ ચર્ચામાં છે. ભારતના મુંબઈ શહેરની છોકરી તારા ઢિલ્લો અને પાકિસ્તાનના એક બિઝનેસમેન સલીમ ગૌરીના લગ્ન પછી તેમના હનીમૂનનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.
આ વાયરલ વીડિયોને જોઈને યુઝર્સ કહી રહ્યા છે કે પૈસા હોય તો શું ન થઈ શકે. મોટાભાગના લોકો મુંબઈની હસીના તારાના 55 વર્ષના પાકિસ્તાની અમીર સલીમ સાથેના પ્રેમને બિઝનેસ સંબંધ તરીકે જોઈ રહ્યા છે. કેટલાક લોકો કપલ દ્વારા શેર કરવામાં આવેલા હનીમૂનના વીડિયોને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવી રહ્યા છે.
જણાવી દઇએ કે, મુંબઈની તારા ઢિલ્લો એક ઈન્ટરનેશનલ માર્કેટિંગ કંપની સાથે સંકળાયેલી છે, જ્યારે પાકિસ્તાની સલીમ ગૌરી આઈટી ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. તેઓ નેટ સોલ ટેકનોલોજી કંપનીના સ્થાપક અને સીઈઓ છે. તેમનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે. સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ રહેલા તેમના વિડિયો પર આ કપલ તેમના બોર્ડર ક્રોસ કરવાને કારણે ખૂબ ટ્રોલ થઈ રહ્યું છે,
તો કેટલાક લોકો તેમના લગ્ન પર કટાક્ષ કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેમને એક મહાન કપલ કહ્યા, જ્યારે કેટલાકે અશ્લીલ અને રમુજી ટિપ્પણીઓને અવગણવાની સલાહ આપી.
View this post on Instagram