વાહ, 360 પેસેન્જર વાળી ફલાઇટમાં એકલો જ મુંબઈથી દુબઈની સફર કરીને આ હીરાનો વેપારી બની ગયો સેલેબ્રીટી,ટિકિટ માત્ર 18 હજાર

પ્લેનમાં ફરવું તો દરેકનું સપનું હોય છે, પરંતુ જયારે તમે પ્લેનમાં સફર માણવા માટે જઈ રહ્યા હોય અને 360 સીટના પ્લેનમાં 359 સીટો તમને ખાલી મળી તો કેવું લાગે ? તમને એવું ફીલ થાય જાણે કે તમે કોઈ સેલેબ્રીટી હોય. કલ્પના જેવી લાગતી આ વાત હકીકત બની છે. જેમાં મુંબઈથી દુબઈની ફલાઇટમાં ફક્ત એક જ વ્યક્તિએ ઉડાન ભરી.

હવે તમને મનમાં એ પણ પ્રશ્ન થશે કે એક પેસેન્જરને લઈને ફલાઇટ કેવી રીતે ઉડી શકે ? લાખો રૂપિયાની ખોટ એરલાઇન્સ કેવી રીતે સહન કરી શકે ? મોટાભાગે એવું બનતું હોય છે કે સીટોનું બુકીંગ ના થવા ઉપર ફલાઇટને કેન્સલ કરી દેવામાં આવે છે. પરંતુ હાલમાં બનેલી ઘટનામાં એરલાઇન્સ કંપનીએ એક જ પેસેન્જરને મુંબઈથી દુબઈ એકલા જ પહોંચાડ્યો.

મળતી માહિતી અનુસાર ભાવેશ ઝવેરી નામનો વ્યક્તિ દુબઈમાં રહીને પોતાનો વ્યવસાય ચલાવે છે. તે એક હીરા વ્યાપારી છે. તે મુંબઈ આવતો જતો રહે છે. મે મહિનામાં પણ તે મુંબઈ આવ્યો હતો. અને કામ પૂરું કરીને દુબઇ પાછા જવા માટે ફલાઇટનું બુકીંગ 10 દિવસ પહેલા જ તેને કરી દીધું હતું. દુબઇના કારોબારી ઝવેરી મોટાભાઈ પોતાની ટિકિટ બિઝનેસ ક્લાસમાં બુક કરે છે, પરંતુ આ વખતે તેને ઈકોનોમી ક્લાસમાં ટિકિટ બુક કરાવી. આ ટિકિટ તેને 18 હજાર રૂપિયામાં મળી.

ભાવેશની ફલાઇટ 19 મેના રોજ સવારે 4:30 કલાકે હતી, તે એરપોર્ટ ઉપર અડધી રાત્રે જ પહોંચી ગયો. જયારે તેને ચેકઈન કર્યું ત્યારે તેને ખબર પડી કે ફલાઇટની 360 સીટો ખાલી છે. તેના પહોંચ્યા બાદ 359 સીટો ખાલી રહી ગઈ. એટલે કે તે એકલો જ યાત્રી હતો. તેને મનમાં શંકા થઇ કે એક યાત્રી સાથે કેવી રીતે ફલાઇટ જશે, પરંતુ તેને જણાવવામાં આવ્યું કે એક વ્યક્તિ સાથે જ દુબઇ ફલાઇટ જશે.

ભાવેશે એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે ચેકઈન બાદ ગેટથી ફલાઇટ સુધી તેને એવી જ રીતે એટેન્ડ કરવામાં આવ્યો જેવી રીતે પહેલા યાત્રાઓ દરમિયાન કરવામાં આવતો હતો. એમિરેટ્સ ફલાઈટના સ્ટાફે તેને સહેજ પણ અનુભવ ના થવા દીધો કે તે એકલો છે. તેને એમ પણ કહ્યું કે સામાન્ય દિવસો કરતા સ્ટાફ પણ આજે મજાકના મૂડમાં દેખાયો. ખુદ પાયલોટે તેને કોકપીટમાંથી બહાર નીકળીને હસતા હસતા કહ્યું કે આ વિમાનને ફરીને જોઈ લે.

ભાવેશ ઝવેરીએ બોઇંગ 777 વિમાનમાં યાત્રા કરી હતી. આ 360 સીટો વાળું વિમાન હતું. જાણકારો જણાવે છે કે મુંબઈથી દુબઈની ફલાઇટ લગભગ 2.30 કલાકની હોય છે. જેમાં 25 ટન ફ્યુઅલ ખર્ચ થાય છે. એટલે કે એરલાઇન્સ કંપનીએ ફક્ત ફ્યુઅલ ઉપર 12-15 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા.

આખી સફરનો જો ખર્ચ જોવામાં આવે તો 20થી 25 લાખ રૂપિયા થાય છે. પરંતુ 18 હજારના એક બુકીંગ માટે એરલાઇન્સ કંપનીએ 20-15 લાખ ખર્ચ કરી દીધા. તો મનમાં એ પણ પ્રશ્ન થાય કે એરલાઇન્સે આટલી દરિયાદિલી કેમ બતાવી ?

તો તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે યુએઈએ ભારતથી જવા વાળા યાત્રીઓ ઉપર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે. ફક્ત ગોલ્ડન વિઝા હોલ્ડર, યુએઈ નાગરિક અથવા ડિપ્લોમેટ્સને જ ભારતથી યુએઈ જવાની પરવાનગી છે. કમર્શિયલ ફલાઇટમાં આ ત્રણ કેટેગરીના યાત્રીઓ માટે જ બુકીંગ કરવામાં આવે છે.

સાચી હકીકત એ છે કે એમિરેટ્સ એરલાઈન્સનું વિમાન દુબઈથી મુંબઈ યાત્રીઓને લઈને આવ્યું હતું. આ વિમાન ખાલી પણ દુબઇ જવાનું હતું પરંતુ ભાવેશે દુબઇ જવા માટે ટિકિટ બુકીંગ કરાવી લીધી હતી અને ભાવેશ ગોલ્ડન વિઝા હોલ્ડર ધરાવતા હતા જેના કારણે તેને પણ જવાની અનુમતિ મળી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel