ગુજરાતની જનતાની ક્રુઝનો આનંદ માણવો હોય છે ત્યારે રીતે અન્ય રાજ્યમાં અથવ તો અન્ય દેશમાં જાય છે. પરંતુ હવે ક્રુઝની સવારી કરનારા શોખીનોએ બીજા રાજ્યમાં કે બીજા દેશમાં નહીં જવું પડે. ઘર આંગણે જ ક્રુઝ સેવા શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દરિયાઈ પ્રવાસનને ઉતેજન આપવા માટે મુંબઈ-દીવ ક્રુઝ સેવાનો પ્રારંભ કર્યો છે.

મુંબઈ-દીવ ક્રુઝ સેવા ‘કર્ણિકા’નો આરંભ આજથી કરવામાં આવ્યો છે. આ સેવાને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ લીલી ઝંડી આપી છે. મુંબઈથી ગત રાતે સાડા આઠે 372 પ્રવાસીઓ સાથે નીકળેલી ક્રુઝ આજે સવારે દીવ આવી પહોંચી હતી. આ ક્રુઝમાં એક ફાઈવ સ્ટાર હોટેલ,આ હોય તેવી તમામ સુવિધાઓ પ્રવાસીઓને આપવામાં આવશે. આ ક્રુઝની વ્યવસ્થા એ રીતે કરવામાં આવી છે કે પ્રવાસીઓ મુંબઈથી દીવની દરિયાઈ સફર કરીને એક દિવસ દીવમાં રોકાઈ શકે.

આ ક્રુઝને લીલી ઝંડી આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો દરિયાઈ કિનારો સૌથી મોટી 1600 કિલોમીટરનો છે. આ ક્રુઝ સેવા ચાલુ થવાથી દરિયાઈ કિનારે અને દરિયાઈ માર્ગે રોજગારીની તકો વધશે. આ સાથે આંતરરાજ્ય કનેક્ટિવિટીની સાથે-સાથે પ્રાદેશિક વિકાસ પણ વધશે.
ક્રુઝની સુવિધાની વાત કરવામાં આવે તો તેમાં સ્વીમીંગ પુલ, ઓડિટોરીયમ, જીમ,લાયબ્રેરી,વાયફાય, સ્પા, કેસીનો સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ ક્રુઝમાં વિશ્વની તમામ પ્રકારની વાનગી મળે રહે તેવી સુવિધા કરવામાં આવી છે. આ ક્રુઝમાં 2500 લોકોને લઇ જવાની ક્ષમતા છે. આ ક્રુઝમાં 1800 પેસેજનર અને 700 સ્ટાફ હોય છે. આગામી દિવસોમાં પોરબંદર, મુંદ્રામાં પણ ક્રુઝ સેવા શરૂ કરવાનો વિચાર સરકાર કરી રહી છે.

આ ક્રુઝ મે 2020 સુધીમાં 17 ટ્રીપ એટલે કે, દીવથી મુંબઈ અને મુંબઈથી દીવ જશે. આ ક્રુઝ મહિનામાં 2થી 3 વાર જ ટ્રીપ કરશે.
આ ક્રુઝમાં ટુર 2 રાત અને 3 દિવસની છે, જેમાં મુંબઈથી દીવ થઈને મુંબઈ પાછી ફરશે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ક્રુઝમાં વ્યક્તિ દીઠ ભાવ 13000 થી 16000 છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની સીઝનમાં આ ભાવમાં વધારો પણ થઇ શકે છે.

આવો જાણીએ 17 ટ્રીપની તારીખો
- 14-11-19
- 21-11-19
- 28-11-19
- 12-12-19
- 19-12-19
- 09-01-20
- 16-01-20
- 30-01-20
- 06-02-20
- 13-02-20
- 27-02-20
- 19-03-20
- 02-04-20
- 16-04-20
- 30-04-20
- 14-05-20
- 28-05-20

નોંધનીય છે કે, આ ક્રુઝથી ભારતીય સહેલાણીઓની સાથે-સાથે વિદેશી સહેલાણીઓ પર આકર્ષાશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.