ફાસ્ટ આવતી કારે આ મોટી હસ્તીને મારી ટક્કર, થયું નિધન….મોર્નિંગ વોક પર નીકળી હતી મહિલા

દેશમાં માર્ગ અકસ્માત કે વાહનોની ટક્કરથી લોકોના મોતના સમાચાર અવાર નવાર સામે આવતા રહે છે. ત્યારે હાલમાં જ એક દુઃખદ કિસ્સો મુંબઈમાંથી સામે આવ્યો છે. મુંબઈમાં એક ટેક ફર્મના સીઈઓનું તેજ કારની ટક્કરથી મોત થયું છે. તમને જણાવી દઈએ કે Altruist Technologiesની બોસ રાજલક્ષ્મી વિજય મુંબઈના વરલી સી ફેસમાં વહેલી સવારે જોગિંગ કરી રહી હતી.

આ દરમિયાન જ એક તેજ કારે તેને ટક્કર મારી અને જેના કારણે તેનું મોત થયું હતું. તમને જણાવી દઈએ કે ટક્કર એટલી ભીષણ હતી કે રાજલક્ષ્મી વિજય હવામાં કેટલાય ફૂટ ઉછળી પડ્યા હતા. અકસ્માતમાં તેમને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયુ હતુ.કાર ચલાવી રહેલા યુવકને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. ડ્રાઈવર દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

જણાવી દઇએ કે, Altruist Technologies ના CEO એથલેટ તરીકે જાણીતા હતા. તેમણે તાજેતરમાં ટાટા મુંબઈ મેરેથોનમાં પણ ભાગ લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓ તેમજ સીસીટીવી ફૂટેજ અને લોહીના નમૂના એકત્રિત કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે માત્ર એક મહિના પહેલા જ રાજલક્ષ્મી વિજયે મેરેથોન જીતવા પર લિંક્ડિન પર એક લાંબી પોસ્ટ લખી હતી. રોનાલ્ડ રુકનું તેની લિંક્ડિન પોસ્ટમાં કોટ હતું કે હું મારા જીવનમાં દિવસો ઉમેરવા દોડતી નથી, હું મારા દિવસોમાં જીવન ઉમેરવા દોડું છું. શરૂઆતમાં જ્યારે મેં દોડવાનું શરૂ કર્યું, ત્યારે મેં તે વજન ઘટાડવા અને શેખી વધારવા માટે કર્યું! ઘણી મેરેથોન દોડીને, હું મારા દિવસોમાં જીવન ઉમેરવા માટે સંમત છું.

શિસ્ત અને ધ્યાન એ બે પાઠ છે જે મેં શીખ્યા છે. ઉર્જા અને સકારાત્મકતા મારા દિવસોની ગુણવત્તામાં વધારો કરે છે. ટાટા મેરેથોનના નામથી જ મારામાં જોશ આવી ગયો. ઉલ્લેખનીય છે કે, રાજલક્ષ્મી પોતાને ફિટનેસ ફ્રીક કહેતા, તે મુંબઈના શિવાજી પાર્કમાં જોગર્સ ગ્રુપનો ભાગ હતા. વર્લી પોલીસે જણાવ્યું કે આ ઘટના વરલી-બાંદ્રા સીલિંકથી થોડાક મીટરના અંતરે વર્લી સીફેસ પર રવિવારે સવારે લગભગ 6:30 વાગ્યે બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરની ઓળખ સુમેર મર્ચન્ટ તરીકે થઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, ડ્રાઇવરે પીડિતને ટક્કર માર્યા બાદ કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ડિવાઇડર સાથે અથડાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે રાજલક્ષ્મીને માથા અને ખોપરીમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેજ કારની ટક્કરને કારણે મૃતક પહેલા હવામાં ઉછળ્યા અને પછી રસ્તા પર પડ્યા. જો કે, અકસ્માત બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પણ ત્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Shah Jina