કૌશલ બારડ જાણવા જેવું દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

મુંબઈની તાજ હોટલમાં એક થાળીનો ભાવ કેટલો છે? ભાવ સાંભળીને ગાંડા થઇ જાશો !

‘તાજ’ શબ્દ પરથી કંઈ યાદ કરવાનું કહેવામાં આવે તો તરત જ દિમાગમાં બે ધરોહરના નામ યાદ આવે : એક તાજમહાલ અને બીજું મુંબઇની વિશ્વપ્રસિધ્ધ ‘તાજ મહાલ પેલેસ હોટલ’! અહીં વાત તાજમહાલને લઈને નહી પણ તાજહોટલને લઈને કરવી છે. ખાસ તો એ વાત જણાવવી છે, કે મુંબઇના કોલાબામાં આવેલી આ આલિશાન હોટલમાં એક ‘ફૂલ ભાણું’ કેટલામાં પડે છે?

એક ડિશનો ચાર્જ કેટલો? —

એ જાણવું જરૂરી બનશે, કે આમ તો ટાટા દ્વારા ભારતભરમાં ઘણી ‘તાજ હોટલ’ ચલાવવામાં આવી રહી છે. રાજસ્થાનનાં મુખ્ય શહેરોમાંની આલિશાન હોટલ ઉપરાંત માલદીવમાં પણ તાજગ્રુપની ભવ્ય હોટલ આવેલી છે. પણ આ બધામાં સહુથી વધારે પ્રખ્યાત હોય તો એ મુંબઈની આલિશાન ‘તાજ હોટલ પેલેસ’. છેક 1903માં આ હોટલની સ્થાપના થયેલી અને ભારતની પ્રથમ ટ્રેડમાર્ક બિલ્ડીંગ તરીકે નામાંકિત થવાનું ગૌરવ પણ મુંબઇની આ બહુમાળી ભભકાદાર હોટલને મળેલું છે.

Image Source

તાજ હોટલમાં અનેક રેસ્ટોરન્ટ્સ આવેલા છે. એ બધામાં જમવાનો ચાર્જ અલગ-અલગ હોવાનો. મોંઘામાં મોંઘી ડિશનો ચાર્જ તો અહીં ઘણો ઉપર જ રહેવાનો પણ આપણે વાત કરવી છે તાજ હોટલ પેલેસમાં આવેલા બે પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સની કે જ્યાં લોકોની ભીડ વધારે હોય છે અને વધુ પડતા જમવા આવતા લોકો આ બેમાંથી કોઈ એક રેસ્ટોરન્ટને જ પસંદ કરે છે. એ બે છે: શમિયાના રેસ્ટોરન્ટ અને સી-લોન્ચ રેસ્ટોરન્ટ.

Image Source

શમિયાના રેસ્ટોરન્ટમાં બે ડિશનો ચાર્જ 4500થી 5500 સુધીનો છે. આ ડિશમાં વિવિધ વાનગીઓને આવરી લેવામાં આવે છે. અર્થ એ થયો કે, એક ડિશના બે હજારની ઉપર માનીને ચાલવાનું!

સી-લોન્ચ રેસ્ટોરન્ટ શામિયાનાથી થોડી મોંઘી છે. એનું એક કારણ આ રેસ્ટોરન્ટમાંથી દેખાતો અરબી સમુદ્રનો આલિશાન નજારો પણ છે! એ ખાસિયતને લઈને જ આ રેસ્ટોરાં ‘સી-લોન્ચ’ તરીકે ઓળખાય છે. સી-લોન્ચમાં બે ડિશનો ચાર્જ 6000થી લઈને 8000 સુધીનો છે.

Image Source

ઉલ્લેખનીય છે કે, અહીં ઘણી સેલિબ્રિટીઓ પણ અવારનવાર જમવા આવે છે. ક્યારેક એવું પણ બને કે, તમે જમતા હો એની સામેના ડાઇનિંગ ટેબલ પર કોઇ બોલિવૂડનો ફિલ્મસ્ટાર પણ પેટપૂજા કરતો હોય! પણ ખેર, આ બધું પોસાય એને કામનું છે! નહીં તો આજે પાંચ-છ હજારમાં તો મધ્યમવર્ગીય પરિવારનું એક મહિનાનું ગુજરાન ચાલી જાય છે.

તાજ હોટલ વિશે રસપ્રદ આ પણ છે —

જમશેદજી નસરવાનજી ટાટા જ્યારે વોટ્સન હોટલમાં ગયા અને તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, જે તેમના ભારતીય હોવાના કારણે હતો; એ પછી જમશેદજીએ મગજમાં ઠોંસી લીધું કે એક દિવસ આ અંગ્રેજ ગોરાઓ જોઈને આભા બની જાય તેવી હોટલ તૈયાર કરીશ… અને પરિણામ આવ્યું ‘તાજ હોટલ’!

Image Source

મુંબઇના ઇન્ડીયા ગેટનો હજી પાયો નહોતો નખાયો એ પહેલાંની તાજ હોટલ ઊભી છે. મુંબઇના સમુદ્રમાં હંકારાતા વહાણોને તેની બહુમાળી ઇમારત જ હોકાયંત્રનું કામ આપતી હતી!

અને 26/11નો ફાકરો ત્રાસવાદીઓએ તાજ હોટલ પર કરેલો હુમલો તો કેમ કરીને વિસરી શકાય? એ દારૂણ દાસ્તાં તો ભારતના ઇતિહાસના કાળા પાનાંઓમાં સદાય ધરબાયેલી રહેવાની અને સમયે-સમયે પીડા આપતી રહેવાની. પણ, એ સમયે રતન ટાટા દ્વારા જે માનવતા દેખાડવામાં આવેલી એ પણ ‘અવિસ્મરણીય’નું બિરુદ પામી શકે એવી હતી.

Image Source

ઠીક છે તો આર્ટિકલ ગમ્યો હોય તો ગુજ્જુરોક્સને લાઇક કરજો અને હાં, આ પોસ્ટની લીંક આપના મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ!