ક્યારેક ઝુપડપટ્ટીમાં રહેતી અને રસ્તા પર સૂતી આ મહિલાએ તાબડતોબ મહેનત કરીને બદલી પોતાની કિસ્મત, વિશ્વની સૌથી મોટી ટેક કંપનીમાં કરે છે કામ

ઝુપડપટ્ટીમાં રહી, રસ્તા પર સુઈ પરંતુ મહેનત કરવાનું છોડ્યું નહિ, આજે એટલી મોટી કંપનીમાં નોકરી કરે છે કે આખી સ્ટોરી જાણીને ખુશ થઇ જશો

કોઈ પણ વ્યક્તિ લગન અને તાબડતોડ મહેનત કરીને સફળતા મેળવીને પોતાની કિસ્મત બદલી શકે છે. જીવનમાં ભલે ગમે તેટલા કઠિન દિવસો આવી જાય પરંતુ પરિશ્રમથી તેના પર કાબુ મેળવી શકાય છે. સાચા રસ્તા પર ચાલતા કામયાબી મેળવીને તમારી ગરીબી દૂર કરી શકાય છે. આ મહિલાએ તે વાતને સાચી સાબિત કરીને બતાવી દીધી છે.

કહેવાય છે ને કે સપના તે જ સાચા થતા હોય છે જે તમને ઊંઘવા ના દે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક મહિલાએ તેની સ્ટોરી શેર કરતા કહ્યું હતું કે ક્યારેક તેની પાસે કમ્પ્યુટર ખરીદવાના પણ રૂપિયા હતા નહિ અને આજે એ વિશ્વની સૌથી મોટી ટેક કંપનીમાં સારા પદ પર કામ કરી રહી છે. આજે તે મહિલા પાસે બધી જ વસ્તુઓ છે. આ મહિલાનું નામ છે શાહીન અત્તરવાલા.

શાહીન અત્તરવાલા હાલ માઈક્રોસોફ્ટ કંપનીમાં પ્રોડક્ટ ડિઝાઇન મેનેજર છે. હંમેશાથી તેમની જિંદગી આવી હતી નહિ. શાહીન અત્તરવાલાએ તેના જીવન સંઘર્ષ વિશે કહેતા લખ્યું હતું કે એક સમય હતો જયારે મુંબઈની ઝૂંપડીમાં રહેતી હતી અને આજે મુંબઈના આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે. નેટફ્લિક્સની એક વેબ સિરીઝમાં શાહીનાએ તેનું જૂનું ઘર જોઈને ટ્વિટર પર પહેલાની જિંદગી વિશે વિસ્તારમાં કહ્યું હતું.

શાહીન અત્તરવાલાએ લખ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સિરીઝ ‘Bad Boy Billionaires: India’માં મુંબઈની એક ઝુંપડા વાળી વસ્તી દેખાડવામાં આવી છે. વર્ષ 2015માં મેં એકલા રહેવાનું શરુ કર્યું અને તેની પહેલા હું આ ઝૂંપડીમાં મોટી થઇ હતી. તસવીરમાં જે ઘર દેખાઈ રહ્યું છે તેમાંથી એક મારુ ઘર પણ છે. ત્યાં સારા ટોયલેટની સુવિધા પણ હતી નહિ.

પછી એક સમય આવ્યો જેમાં વર્ષ 2011માં મારો પરિવાર એક એવા મકાનમાં શિફ્ટ થઇ ગયો જ્યાંથી આકાશ દેખાય છે, તડકો અને પ્રકાશ આવતો હતો. આ મકાન હરિયાળી અને પક્ષીઓના કલરવથી ઘેરાયેલું હતું. ક્યારેક મારા પપ્પા લારી ચલાવતા હતા, અમે રસ્તા પર સુતા હતા અને હવે હું એવું જીવન જીવી રહી છુ જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું હતું નહિ. શાહીન અત્તરવાલાનું કહેવું છે કે કિસ્મત અને મહેનત ખુબ જ મહત્વપૂર્ણ છે.

એક મીડિયા ન્યુઝ ચેનલ સાથે વાત કરતા શાહીન અત્તરવાલાએ કહ્યું હતું કે આ ઝૂંપડી બાંદ્રા રેલવે સ્ટેશનની જોડે હતી. મારા પપ્પા ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યા હતા અને એન્શિયલ ઓઈલ વેચવાનું કામ કરતા હતા. શાહીન અત્તરવાલાએ આગળ કહ્યું કે ઝૂંપડી વાળી જિંદગી ખુબ જ મુશ્કેલીઓથી ભરેલી રહેતી હતી.

તે ઝૂંપડી વાળા વિસ્તારમાં શાહીનાને ઊંચ-નીચ, ભેદભાવ, છેડતી જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શાહીનાએ આગળ કહ્યું હતું કે 15 વર્ષની ઉંમર સુધી આવતા આવતા મેં મારી આજુ બાજુ ઘણા લાચાર, નિર્ભર, છેડતી મહિલાઓ જોઈ હતી. તેમની પાસે પોતાની જિંદગી જીવવાની આઝાદી હતી નહિ કે પછી પોતાનો નિર્ણય લેવાનો હક હતો નહિ. તેવામાં તો હું તેને મારી કિસ્મત તો માની જ શકું નહિ. પછી મેં મારી કિસ્મત બદલવાનો નિર્ણય કરી લીધો.

જયારે પહેલી વાર શાહીન અત્તરવાલાએ કમ્પ્યુટર જોયું તો તે ખુબ જ ઉત્સુખ થઇ ગઈ હતી. શાહીનાને એ અહેસાસ થયો કે કમ્પ્યુટરની સામે બેસવા વાળા લોકોની જિંદગીમાં ઘણા અવસર મળતા હોય છે. શાહીન અત્તરવાલાએ તેના પિતાને કમ્પ્યુટર ક્લાસ કરાવવા માટે મનાવી લીધા. તેમના પિતાએ ઉધાર લઈને શાહીનાનું એડમિશન કમ્પ્યુટર ક્લાસમાં કરાવ્યું હતું.

તે દિવસો એટલા સંઘર્ષવાળા હતા કે શાહીના બપોરનું જમવાનું પણ જામી શકતી હતી નહિ અને કમ્પ્યુટર ક્લાસથી ચાલતા ઘરે પાછું આવું પડતું હતું જેનાથી પૈસા બચાવીને કમ્પ્યુટર ખરીદી શકે. શાહીન અત્તરવાલાએ પહેલા પ્રોગ્રામિંગ શીખ્યું અને ત્યારબાદ ડિઝાઇનિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. બાળપણથી વર્ષો મહેનત કર્યા પછી તેમનો પરિવાર મુંબઈના એક સારા મકાનમાં શિફ્ટ થવામાં સફળ થઇ ગયા.

શાહીનાએ તેની કોમ્પ્યુટર સ્કિલ્સ બળ પર સફળતાની સીડી ચઢી. આજે તે એક સફળ વર્કિંગ વુમન છે. શાહિના એ દીકરીઓ અને મહિલાઓ માટે એક ઉદાહરણ છે જેઓ તેમના હાલતનો સામનો કરીને પાછા ફરે છે. સાચી લગન અને મહેનતથી બધું જ શક્ય છે.

Patel Meet