ખબર મનોરંજન

કોઈએ પોતાના પ્રાઇવેટ ભાગ પાસે તો કોઈએ…એવી એવી જગ્યાએ ડગ છુપાવ્યું કે જાણીને હચમચી જશો

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર શર્મસાર થઇ છે…NCB દ્વારા ગઈકાલે રાત્રે 2 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શિપ પર ચાલતી પાર્ટીમાં રેડ પાડી હતી. આ રેડ દરમિયાન NCBએ 12 લોકોની અટકાયત કરી હતી, જેમાં શાહરુખનો પુત્ર આર્યન ખાન પણ સામેલ છે.

સૂત્રોના મતે, આર્યન ખાને કહ્યું હતું કે તેને VIP ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો. આ તાજા કેસમાં એક વાત એ પણ સામે આવી છે કે આ મીડ નાઈટ ક્રુઝ પાર્ટીમાં જેટલા પણ લોકો સામેલ થયા હતા,

તે તમામને પેપર રોલ આપવામાં આવ્યા હતા. રેડ સમયે NCBને મોટાભાગના ગેસ્ટના રૂમમાંથી પેપર રોલ મળ્યા હતા. આ પેપર રોલને જોઇન્ટ પેપર પણ કહેવામાં આવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે લોકોએ ડગ સંતાડવા માટે વિવિધ ઉપાયો અજમાવ્યા હતા.

લોકોએ પોતાની પેન્ટની સિલાઈમાં, યુવતીઓએ પોતાના પર્સના હેન્ડલમાં, nicheઅન્ડરવેરની સિલાઈના હિસ્સામાં, કોલરની સિલાઈમાં NCB આ તમામ માહિતીને બીજીવાર ક્રોસ ચેક કરી રહ્યું છે અને લોકોને આ સંદર્ભે સવાલ પણ પૂછી રહ્યું છે.

આ ક્રૂઝ જેવું મુંબઈથી ગોવા માટે નીકળ્યું એ જ સમયે ત્યાં ડગ પાર્ટી શરૂ થઈ ગઈ હતી. NCBની ટીમ ક્રૂઝમાં જ હતી અને પછી રેડ પાડી હતી . મોટા પ્રમાણમાં ડગ મળ્યા પછી ક્રૂઝને મુંબઈ તરફ વાળી દેવામાં આવ્યું હતું. NCBની ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની ટીમે આ કાર્યવાહી કરી હતી.

representative image

NCBના સૂત્રોના અનુસાર, SRK ના દીકરા આર્યન ખાન પાસેથી ક્રૂઝ પર આવવાની કોઈ ફી લેવામાં આવી નહોતી. આર્યન ખાને કહ્યું હતું કે ક્રૂઝ પર તેના નામનો ઉપયોગ કરીને અન્ય લોકોને બોલાવવામાં આવ્યા હતા.

આ મામલે NCB ના ચીફ એસ એન પ્રધાને જણાવ્યું છે કે ‘બે વીક સુધી ચાલેલી તપાસનું આ પરિણામ છે. આ માટે અમે ગુપ્ત બાતમીઓ પર કાર્યવાહી કરી અને તેમાં કેટલીક બોલીવુડ લિંકની સંડોવણી સામે આવી છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં મળી આવ્યું. આ મામલે તપાસ ચાલુ છે.’

આ કેસમાં અત્યાર સુધીમાં ટોટલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. NCB એ આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસની ટીમે બોલીવુડ સ્ટાર કિંગ ખાનના દીકરા આર્યન ખાનની પણ પૂછપરછ કરી હતી.

NCB ને ક્રૂઝની અંદર ચાલી રહેલી પાર્ટીનો વીડિયો મળ્યો છે, જેમાં શાહરૂખનો લાડલો આર્યન જોવા મળી રહ્યો છે. NCBની ટીમે બધા લોકોની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા પછી શાહરૂખના દીકરા આર્યન ખાનને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

NCBની ટીમે આર્યનની સાથે અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામીચાને પણ હોસ્પિટલ લઈને આવી છે. આ બંનેની પણ ધરપકડ કરવામાં આવી છે. NCBએ ચાર કલાક સુધી આર્યનની પૂછપરછ કરી હતી. મેડિકલ ટેસ્ટ પછી આ ત્રણેયને NCBની ઓફિસ લાવ્યા છે. સાંજે સાડા છની આસપાસ ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે કોર્ટ પહોંચી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)