ફરી થયો એક ભયાનક અકસ્માત: પતિ, પત્નીની સાથે 4 વર્ષના માસુમ બાળકનું પ્રાણ પંખેરું ઉડી ગયું- જુઓ વીડિયો

આ વીડિયો જોઈને તમારી આત્મા કંપી ઉઠશે, હિમ્મત હોય તો જ જોજો આ વીડિયો

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં પતિ, પત્ની અને તેમનો 4વર્ષ છોકરાનું મૃત્યુ થયું હતું. તે બધા ગાડીમાં બેસીને એક્સપ્રેસ વે પર જઈ રહ્યા હતા. તે ઘટનાનો વીડિયો ખુબ જ દર્દનાક છે.વીડિયોમાં જોઈ શકાય છે કે એક કન્ટેનર બેકાબુ થઈને પહેલા ગાડી જોડે અને પછી આગળ ચાલી રહેલા ટ્રક સાથે અથડાય છે. ગાડીમાં રહેલા પરિવારના બીજા સદસ્યો પણ તેની ગાડીની પાછળ જ હતા તેમણે તેમની આંખોથી તેમના પરિવારનું દર્દનાક મૃત્યુ જોયું હતું. અકસ્માતના લીધે હાઇવે પર લગભગ 2 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

આ ઘટના ખંડાલાથી ખોપોલી શહેર જતા થયો હતો. ખંડાલાથી ખોપોલી સુધી પહાડી ઉપરથી જે રસ્તો ઉતરે છે ત્યાં કેટલીક જગ્યા પર ઢળતો રસ્તો છે અને તેવા જ એક ઢલાણવાળા રસ્તા પર એક બેકાબુ કન્ટેનરે તેની આગળ જઈ રહેલી ગાડીને ટક્કર મારી હતી અને ત્યારબાદ આગળ જઈ રહેલા ટ્રકને ટક્કર મારી હતી.

પોલીસના કહેવા પ્રમાણે ખબર ની જાણ થતા જ હાઇવેની ડેલ્ટા ફોર્સ, દેવદૂત યંત્રણા, ટ્રાફિક પોલીસ, ખોપોલી શહેરની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગાડીમાં ભીષણ આગ લાગેલી હતી તે બંધ કરાવી. લગભગ 2 કલાકની મહેનત બાદ ગાડીની બોડીને કટર દ્વારા કાપવામાં આવ્યું. ત્યારબાદ તેમાંથી ગાડીમાં બેસેલા લોકો જેમના નામ જૈકવીન ચૌટિયાર, પત્ની લુઈસા ચૌટિયાર, અને તેમનો છોકરો ડેરિયલ ચૌટિયારના શવ નીકાળવામાં આવ્યા.

આ ત્રણે પુણેથી મુંબઈના નાયગાંવ જઈ રહ્યા હતા.આ અકસ્માતમાં કન્ટેનર ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેનો ઈલાજ ખંડાલાના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં થઇ રહ્યો છે. તાપસ કરતા સામે આવ્યું કે આ દુર્ઘટના કન્ટેનરની બ્રેક ફેલ થવાના લીધે થઇ હતી. આ દુર્ઘટના એક ટ્રકમાં લાગેલા સાઈડ કેમેરામાં રેકોર્ડ થયો હતો.

Patel Meet