મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર થયો ભીષણ અકસ્માત, એક પછી એક ગાડીઓ ઉપરા ઉપર ચઢી ગઈ, નજારો જોઈને હોશ ઉડી જશે

Mumbai Pune Expressway Accident : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતના ઘણા બધા મામલાઓ  આવી રહ્યા છે. કેટલાય અકસ્માતની અંદર ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. કેટલાક અકસ્માત એવા પણ હોય છે જેને જોઈને રૂંવાડા પણ ઉભા થઇ જાય. ત્યારે હાલ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એવો જ એ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક પછી એક 7 ગાડીઓ એક ઉપર ચઢી જતા કારનો બુકડો બોલાઈ ગયો.

એક્સપ્રેસ વે પર એક પછી એક 7 વાહનો અથડાયા હતા. આ ભયાનક અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે તાત્કાલિક એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. ઘણા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મુંબઈ અને પુણેને જોડતા એક્સપ્રેસ વે પર ખોપોલી પાસે આ અકસ્માત થયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે એક્સપ્રેસ વે પર દોડી રહેલી એક કારે અચાનક બ્રેક મારી અને તે પછી પાછળ દોડી રહેલા 7 વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા. આ ભીષણ અથડામણમાં ચાર મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ પુણેથી મુંબઈ તરફ આવતો ટ્રાફિક પણ રોકાઈ ગયો હતો. જેમને નાની-મોટી ઈજાઓ થઈ છે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. બચાવ માટે પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આ અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. આટલા વાહનો એકસાથે અથડાયા બાદ અફરાતફરી મચી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કેટલાય વાહનો એક બીજા પર ચડી ગયા હતા. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમ પહોંચી અને વાહનોમાં ફસાયેલા અનેક લોકોને બહાર કાઢ્યા. મેડિકલ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર જામ થઈ ગયો હતો. જેના કારણે પુણેથી મુંબઈ તરફ આવતા ટ્રાફિકને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં ચારથી પાંચ કારને ભારે નુકસાન થયું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં વાહનોની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ ટક્કર કેટલી ભયાનક અને ભીષણ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ઘટના સ્થળે ઘણા બધા અધિકારીઓ પણ પહોંચી ગયા હતા.

Niraj Patel