“ફક્ત મહિલાઓ માટે” ફિલ્મના મુંબઈમાં યોજાયેલા ગ્રાન્ડ પ્રીમિયરની તસવીરો આવી સામે, મનોજ બાજપેયી અને શૈલષ લોઢાની હાજરીએ લગાવ્યા ચાર ચાંદ, જુઓ તસવીરો

ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ હવે શરૂ થઇ ગયો છે, છેલ્લા થોડા સમયમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સફળ નિવળી છે, ત્યારે ગત શુક્રવારના રોજ રિલીઝ થયેલી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે” પણ હાલ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે, પહેલા જ દિવસે આ ફિલ્મે 1.34 કરોડનો બિઝનેસ કર્યો અને બીજા દિવસે 1.52 કરોડનો.

ગત ગુરુવારના રોજ આ ફિલ્મનું એક શાનદાર પ્રીમિયર અમદાવાદમાં થલતેજ ખાતે આવેલા પીવીઆર સિનેમામાં રાખવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકારો અને જાણીતા ચહેરા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેના બાદ શુક્રવારના રોજ આ ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર મુંબઈ ખાતે પણ યોજવામાં આવ્યું હતું.

મુંબઈમાં યોજાયેલા આ પ્રીમિયરની અંદર બોલીવુડના અને ટીવી જગતના નામચીન ચહેરાઓ જોવા મળ્યા હતા. જેમાં ફક્ત મહિલાઓ માટે ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે મનોજ બાજપેયી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર નિભાવતા શૈલેષ લોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા. જેની ઘણી બધી તસવીરો સામે આવી છે.

મુંબઈનું પ્રીમિયર એટેન્ડ કરવા માટે ફક્ત મહિલાઓ માટે ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ગુજરાતથી મુંબઈ પહોંચી હતી, અને ત્યાં મનોજ બાજપેયીની હાજરીએ ચાર ચાંદ લાગવી દીધા હતા, ફિલ્મના હીરો યશ સોની સાથે ફિલ્મના પ્રોડ્યુસર વૈશાલ શાહ અને આનંદ પંડિત સાથે પણ મનોજ બાજપેયીએ પોઝ આપ્યા હતા.

આ ઉપરાંત ફિલ્મની અભિનેત્રીઓ દીક્ષા જોશી, તર્જની ભાડલા, ભાવિની જાની, કલ્પના ગાંગડેકર, દિગ્દર્શક જય બોડાસ પણ મનોજ બાજપેયી ઉપરાંત યશ સોની, વૈશાલ શાહ, આનંદ પંડિત સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તમામના ચહેરાઓ ઉપર ખુશીઓની લહેર પણ જોવા મળી રહી હતી.

તારક મહેતા ફેમ શૈલેષ લોઢાએ પણ આ પ્રીમિયરમાં હાજરી આપી અને માહોલને ખુશીઓથી ભરી દીધો હતો. શૈલષ લોઢા આનંદ પંડિત સાથે મસ્તી ભરેલા મૂડમાં પણ જોવા મળ્યા હતા, આ ઉપરાંત તેમણે ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે પોઝ પણ આપ્યા હતા અને ઘણી તસવીરો પણ ખેંચાવી હતી.

તમને જણાવી દઈએ કે “ફક્ત મહિલાઓ માટે” ફિલ્મે તેના પહેલા જ દિવસે 1.34 કરોડનો બિઝનેસ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ફિલ્મની અંદર સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ એક કેમિયો રોલ કર્યો છે, સાથે જ તેમને આ ફિલ્મના બેકગ્રાઉન્ડમાં પોતાનો અવાજ પણ આપ્યો છે.

“ફક્ત મહિલાઓ માટે” ફિલ્મનું નિર્માણ આનંદ પંડિતે કર્યુ છે. તેમણે અમિતાભ બચ્ચનના ગુજરાતી ફિલ્મમાં કામ કરવા વિશે જણાવ્યું હતું કે, “‘ફક્ત મહિલાઓ માટે” ફિલ્મનો આઈડિયા સાંભળીને અમિતાભ બચ્ચને કહ્યું કે હું આ ફિલ્મમાં કામ કરીશ. તેઓને મારામાં વિશ્વાસ છે માટે તેઓએ આ ફિલ્મ કરી. અમિતાભ બચ્ચન પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા છે.”

જય બોડાસ દ્વારા દિગ્દર્શિત, આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમલી ડ્રામા કોમેડી ફિલ્મ છે. આનંદ પંડિતે જણાવ્યું હતું કે, “ફક્ત મહિલાઓ માટે એ એક સામાજિક કોમેડી છે અને તે મુદ્દાઓને સંબોધિત કરે છે જેનાથી પ્રેક્ષકો અને ખાસ કરીને તમામ મહિલાઓ ઓળખી શકશે. અમે એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશો એવી રીતે પ્રચાર કર્યા વિના લાવી રહ્યા છીએ જે લોકોને હસાવશે અને વિચારતા પણ કરશે. આ ફિલ્મ મારા માટે પણ ખૂબ જ ખાસ છે કારણ કે “ચેહરે” પછી હું ફરી એક વાર અમિતજી સાથે કામ કરી રહ્યો છું.”

Niraj Patel