...
   

સુમસામ રસ્તા પર મોડી રાત્રે ‘કેસરિયા તેરા ઇશ્ક હે પિયા’ ગીત ગાઇ આ વ્યક્તિએ ચલાવ્યો જાદુ, જુઓ વીડિયો

પોલિસે પકડ્યો તો આ છોકરો ગિટાર વગાડી સંભળાવવા લાગ્યો ‘કેસરિયા તેરા ઇશ્ક હે પિયા’, પછી સ્માઇલ સાથે કર્યુ એવું કામ કે…

રસ્તા પર વાહન ચલાવતી વખતે પોલીસકર્મીઓ ચોક્કસપણે ધ્યાનમાં રાખે છે કે વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમો તોડવામાં ન આવે, જેના કારણે ચલણ જારી કરવું પડે છે. જ્યારે પણ કોઈ પોલીસકર્મીને પોતાની તરફ આવતા જુએ છે તો તે થોડીવાર માટે આશ્ચર્યચકિત થઈ જાય છે. તેના મગજમાં એવું જ ચાલવા લાગે છે કે તેણે શું ભૂલ કરી. જો કે, દર વખતે આવું નથી થતુ હોતુ. સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે,

જે લોકોના દિલ જીતી રહ્યો છે. વીડિયો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બે પોલીસકર્મી બાઇક પર બેસીને પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે કેટલાક યુવકોને રસ્તાના કિનારે ફરતા જોયા, જેના પર પોલીસે તેમને રોક્યા અને ગિટાર વગાડવાનું કહ્યું. મુંબઈમાં મરીન ડ્રાઈવ પર બે પોલીસ અધિકારીઓની સામે ‘કેસરિયા તેરા ઈશ્ક હૈ પિયા’ ગાતા યુવકનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો મુંબઇ પોલિસના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

વીડિયોમાં મરીન ડ્રાઈવ પાસે બે પોલીસકર્મીઓની સામે બેસીને ગિટાર વગાડતો એક વ્યક્તિ પોતાના અવાજનો જાદુ ફેલાવી રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિના શ્રેષ્ઠ અવાજમાં ગીત સાંભળીને તમે પણ તમારું દિલ ગુમાવી બેસો. વીડિયો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બે પોલીસકર્મીઓ બાઇક પર બેસીને પેટ્રોલિંગ માટે નીકળ્યા હશે અને આ દરમિયાન કેટલાક યુવકો રસ્તાના કિનારે ફરતા જોવા મળ્યા,

 

View this post on Instagram

 

A post shared by Mumbai Police (@mumbaipolice)

જેમાંથી એક યુવકે પોલીસકર્મીઓની સામે ગિટાર વગાડતા ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું લોકપ્રિય ગીત ‘કેસરિયા’ ગાવાનું શરૂ કર્યું. ઝડપથી વાયરલ થઈ રહેલો આ વીડિયો મુંબઈના મરીન ડ્રાઈવનો હોવાનું કહેવાય છે, જો કે મુંબઈને કલાકારોનું શહેર પણ કહેવામાં આવે છે, જ્યાં લાખો પ્રતિભાશાળી કલાકારો રહે છે. આ દિવસોમાં ઈન્ટરનેટ પર આવા જ એક કલાકારનો વીડિયો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. વીડિયોના અંતમાં બાઇક પર બેઠેલા પોલીસકર્મીઓ હસતા જોઈ શકાય છે.

Shah Jina