ખબર

ડ્રગ્સ કેસમાં કેવી રીતે થાય છે વસૂલી, SITની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

NCBના નામે ખંડણી ઉઘરાવવાનું કૌભાંડ? ડ્રગ્સ કેસની તપાસનો રેલો હવે આ દિગ્ગજ અભિનેતાના ભાઈ સુધી પહોંચ્યો

ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ આવ્યા બાદ દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે અને હવે જાણવા મળ્યું છે કે કેટલાક લોકોએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના નામે વસૂલી કરી છે. મુંબઈ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (Mumbai Police SIT)ની તપાસમાં આ ખુલાસો થયો છે.

SIT વસૂલી કેસની તપાસ કરી રહી છે : મુંબઈ પોલીસ એસઆઈટી ડ્રગ્સ કેસમાં વસૂલી કેસની તપાસ કરી રહી છે. એસઆઈટીને અત્યાર સુધીની તપાસમાં સમીર વાનખેડે અથવા એનસીબીના કોઈ અધિકારીની સંડોવણી મળી નથી, જોકે તપાસ હજુ ચાલુ છે.

NCBના નામે વસૂલીનો ખુલાસો : મુંબઈ પોલીસના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, SITને જાણવા મળ્યું છે કે કેટલાક લોકોએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના નામે ચોક્કસપણે વસૂલી કરી છે. જેમાં કિરણ ગોસાવીનું સૌથી મોખરે નામ સામે આવી રહ્યું છે.

કિરણ ગોસાવીએ આ રીતે વસૂલી કૌભાંડને અંજામ આપ્યો : મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણ ગોસાવી અને કેટલાક લોકોએ ખૂબ જ ચતુરાઈથી NCBના અધિકારી હોવાનો ઢોંગ કરીને વસૂલી કેસને અંજામ આપ્યો છે. કિરણ ગોસાવીએ પહેલા ચતુરાઈથી આર્યન ખાન સાથે તેની સેલ્ફી ક્લિક કરી અને પછી તેના મોબાઈલમાં આર્યનની ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી.

આટલું જ નહીં, જ્યારે આર્યન ખાનને NCB ઓફિસમાં લાવવામાં આવ્યો ત્યારે ગોસાવી સારી રીતે જાણતા હતો કે મીડિયા ત્યાં હાજર છે. આથી સંજોગોનો ફાયદો ઉઠાવીને પોતે આર્યન ખાનનો હાથ પકડીને એનસીબી ઓફિસની અંદર લઈ ગયો હતો. જેથી કરીને ટેલિવિઝન પર તેને NCB અધિકારી તરીકે ગણવામાં આવે.

આ પછી, જ્યારે કિરણ ગોસાવી લોઅર પરેલ વિસ્તારમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીને મળ્યો, ત્યારે તેણે પૂજાને આ બધા પુરાવા પણ બતાવ્યા, જેથી તેણીને ખાતરી થઈ શકે કે તે NCB અધિકારી છે અને આર્યન ખાનને આ કેસમાંથી બહાર કાઢી શકે છે.

મુંબઈ પોલીસ કાયદાકીય સલાહ લઈ રહી છે : હવે આ તપાસના આધારે મુંબઈ પોલીસ કિરણ ગોસાવી અને કેટલાક લોકો સામે ભ્રષ્ટાચાર નિવારણનો કેસ નોંધવા માંગે છે, જેના માટે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે. અત્યાર સુધી આ મામલામાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીનું નિવેદન નોંધવામાં આવ્યું નથી, કારણ કે તેણે તેની ખરાબ તબિયતને ટાંકી છે. જો કે આ કેસમાં અભિનેતા ચંકી પાંડેના ભાઈ ચિક્કી પાંડેનું નામ પણ સામે આવ્યું છે, પરંતુ હાલમાં તેણે પોતાને કોરોના સંક્રમિત ગણાવ્યો છે. જેના કારણે કેસની તપાસની ગતિ ધીમી પડી રહી છે.