પહેલા પકડ્યા હાથ અને ખેંચ્યા વાળ, પછી દે દના દન…ટ્રેનમાં સીટ માટે મહિલાઓ વચ્ચે થઇ જોરદાર મારપીટ- જુઓ વીડિયો

મુંબઈમાં ચાલતી લોકલ ટ્રેનમાં 2 મહિલા વચ્ચે મારામારી થઈ, એક મહિલા ઝઘડો એટલો વધી ગયો કે આખા ડબ્બામાં બધી મહિલા મારામારી કરવા લાગી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર ક્યારે કોઇ વીડિયો વાયરલ થઇ જાય, તેની ખબર જ નથી રહેતી. હાલમાં મુંબઇની લોકલ ટ્રેનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં મહિલાઓ એકબીજા સાથે ઝઘડતી અને ખરાબ રીતે મારપીટ કરતી જોઇ શકાય છે. મહિલાઓ ફિલ્મી સ્ટાઇલમાં એકબીજા સાથે હાથાપાઇ કરતી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે મહિલાઓ વચ્ચે વિવાદ સીટ પર બેસવાનો લઇને થયો હતો અને આ વિવાદ મારપીટ સુધી પહોંચી ગયો. આ દરમિયાન એક મહિલા પોલિસ કોન્સ્ટેબલ ઘાયલ થઇ હોવાનું પણ સામે આવ્યુ છે.

આ ઘટના રાત્રે 8 વાગ્યાની આસપાસ થાણેથી પનવેલ જતી લોકલ ટ્રેનમાં બની હતી. મળતી માહિતી મુજબ, એક મહિલા અને તેની પૌત્રી થાણેથી લોકલ ટ્રેનમાં ચડ્યા હતા. કોપરખૈરણેમાં ટ્રેન પકડનાર અન્ય એક મહિલા સીટ ખાલી થવાની રાહ જોઈ રહી હતી. તુર્ભે સ્ટેશન પર એક સીટ ખાલી પડી હતી, ત્યારબાદ દાદીએ તેની પૌત્રી માટે સીટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે જ સમયે અન્ય એક મહિલાએ પણ સીટ પર બેસવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા મુસાફરે તેને મનાઈ કરી પરંતુ તેણે સાંભળ્યું નહીં. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો

અને થોડી જ વારમાં લડાઈ શરૂ થઈ ગઈ. ઘટનાસ્થળે હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. આ મામલામાં બંને મહિલાઓએ એકબીજા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.આ મામલામાં વાશી રેલવે સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર એસ કટારેએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સીટને લઈને શરૂ થયેલા વિવાદમાં કેટલીક મહિલાઓએ મારપીટ કરી હતી. આ લડાઈમાં એક મહિલા પોલીસકર્મી પણ ઘાયલ થઈ છે, તેની સારવાર કરવામાં આવી છે.

આ લડાઈમાં મહિલા પોલીસ સહિત 3 મહિલાઓ ઘાયલ થઈ છે. વાસ્તવમાં જ્યારે મહિલા પોલીસકર્મીઓ ઝઘડો ઉકેલવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે કેટલીક મહિલા મુસાફરોએ તેમના પર હુમલો કર્યો હતો. વીડિયોમાં બે મહિલાઓના માથામાંથી લોહી નીકળતું જોઈ શકાય છે. મુંબઈ પોલીસે GRP કોન્સ્ટેબલ અને સહ-મુસાફર પર હુમલો કરવા બદલ 27 વર્ષીય મહિલા મુસાફરની ધરપકડ કરી છે. ફરજ પરના સરકારી કર્મચારી પર હુમલો કરવા બદલ આઈપીસીની કલમ 353, 332 અને 504 હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે.

Shah Jina