વાયરલ

મુંબઈની લોકલ ટ્રેનમાં આંટીઓ વચ્ચે થઇ ગઈ માથાકૂટ, પછી તો ચોટલા પકડીને દે ધનાધન… જુઓ વીડિયો

લોકલ ટ્રેનમાં થઇ ચોટલાવાળી, 3 મહિલાઓ એક બીજાને એવી રીતે મારવા લાગી કે લોકો પણ બોલ્યા… “બસ આંટી બસ…” જુઓ વીડિયો

તમે મોટાભાગે બસ અને ટ્રેનની અંદર લોકોના ઝઘડા થતા જોયા હશે, જેમાં ઘણા લોકો સામાન્ય ઝઘડાના કારણે મારામારી ઉપર પણ ઉતરી આવતા હોય છે. ત્યારે પહેલા આવા ઝઘડા વિશે સાંભળવા અને રિયલમાં જોવા મળતું હતું પરંતુ હવે જમાનો સોશિયલ મીડિયાનો છે અને અહીંયા કોઈપણ ઘટના આજે પળવારમાં વાયરલ થઇ જાય છે. ત્યારે  હાલ એવા જ એક ઝઘડાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મુંબઈ લોકલ ટ્રેનના લેડીઝ કોચમાં ત્રણ મહિલાઓની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 31 સેકન્ડનો આ વીડિયો ટ્વિટર પર રોડ્સ ઓફ મુંબઈ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 800થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યો છે.

વાયરલ વીડિયોમાં પેસેન્જરોથી ભરેલી બોગીમાં ત્રણ મહિલાઓ એકબીજાના વાળ ખેંચતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા ગુસ્સામાં આધેડ મહિલાને તમાચો મારી દે છે અને તેને ઢસડીને મારવા લાગે છે. આ દરમિયાન, એક ત્રીજી મહિલા જોડાય છે અને છોકરીને મારવાનું શરૂ કરે છે.

ટ્રેનમાં મુસાફરો બચાવ માટે આવે છે પરંતુ લડાઈ અટકતી જણાતી નથી. એક મહિલા પેસેન્જરને કહેતી સાંભળી શકાય છે, ‘આવો આંટી!’… લડાઈની વચ્ચે, અન્ય મહિલાઓ તેમની સીટ પરથી ઊઠીને પોતાનો બચાવ કરે છે. તે જ સમયે, કેટલાક મુસાફરો આ લડાઈનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરે છે. થોડા સમય બાદ મામલો શાંત થતો જણાય છે.

સોશિયલ મીડિયા યુઝર્સે આ ઘટનાની સખત નિંદા કરી છે. એક વ્યક્તિએ લખ્યું કે સંસ્કારી સમાજમાં તે શોભતું નથી. ઘણા લોકોએ આ અંગે રેલવે પ્રશાસન પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે. થોડા દિવસો પહેલા પણ મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો. વાયરલ વીડિયોમાં મહિલાઓ એકબીજા પર હુમલો કરતી અને વાળ ખેંચતી જોવા મળી રહી છે.