શું પ્લેટફોર્મ પર પહોંચ્યા પહેલાં જ ટ્રેનમાંથી ઉતરવું યોગ્ય છે ? આવું જ એક જોખમી કાર્ય મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા કેટલાક મુસાફરોએ કર્યું છે. જેનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે. વીડિયોમાં લગભગ અડધો ડઝન લોકો પ્લેટફોર્મ વગર રેલિંગ પરથી ઉતરતા જોવા મળે છે. ટ્રેનમાં ક્યારેય જોખમ ન લેવું જોઈએ. કારણ કે પ્રવાસ દરમિયાન થયેલી એક નાની ભૂલ પણ તમારો જીવ જોખમમાં મૂકી શકે છે. પણ અહીં ટ્રેન એક ક્ષણ માટે સ્ટેશન પર ઊભી રહી ગઈ! લોકો તક મળતા જ રેલિંગ ઓળંગવા લાગ્યા.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, જ્યારે ટ્રેન અટકે છે, ત્યારે લગભગ અડધો ડઝન લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને એક પછી એક રેલિંગને ઓળંગીને નીચે ઉતરવાનું શરૂ કરે છે. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ ઈન્ટરનેટ યુઝર્સ આ જોખમ લેવા માટે મુસાફરોને ઠપકો આપી રહ્યા છે.
શું ઉતાવળ છે…!
આ ક્લિપ જોયા પછી તમે પણ કહેશો કે આમાં શું ઉતાવળ છે? ક્લિપમાં, જેવી ટ્રેન સ્ટેશન પર રોકાઈ કે તરત જ એક પછી એક લગભગ 6-7 લોકો પ્લેટફોર્મ પર આવ્યા વિના રેલિંગની મદદથી નીચે ઉતરતા જોવા મળે છે. આ ખૂબ જોખમી છે. પણ હવે આ એમના માટે આદત બની ગઈ હશે કે જેઓ દરરોજ આ રીતે અવરજવર કરે છે. 44 સેકન્ડની આ ક્લિપે બધાને ચોંકાવી દીધા છે.
આ રીલ @borivali_churchgate_bhajan દ્વારા Instagram પર પોસ્ટ કરવામાં આવી છે. યુઝરે ક્લિપના સબટાઈટલમાં લખ્યું કે, તમારા જીવ સાથે રમશો નહીં, તમારે જોખમ લેવું જોઈએ, પરંતુ તમારા જીવન સાથે નહીં. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 9 હજારથી વધુ વ્યૂઝ અને સેંકડો લાઈક્સ મળ્યા છે. જ્યારે ઘણા લોકોએ કોમેન્ટમાં પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો છે.
View this post on Instagram