56 વર્ષના બોયફ્રેન્ડે 36 વર્ષની લિવ-ઈન પાર્ટનરની કરી હત્યા અને પછી લાશના ટુકડા કરી કુકરમાં બાફી દીધા…હૈયું ધ્રુજવા લાગશે, હિમ્મત હોય તો જ વાંચજો આખી સ્ટોરી નહિ તો રેવા દેજો

હૈયું ધ્રુજવા લાગશે, હિમ્મત હોય તો જ વાંચજો આખી સ્ટોરી નહિ તો રેવા દેજો, લાશના ટુકડા કરી કુકરમાં બાફી દીધા

Mumbai man murders live-in partner : ભાગદોડ ભરેલા જીવનમાં આ દિવસોમાં પ્રેમની ઘણી કમાલની મિસાલો જોવા મળી રહી છે. એક સમય હતો જ્યારે પ્રેમીઓ લૈલા-મજનુ અને હીર રાંઝાની જેમ પોતાનો જીવ આપી દેવા તૈયાર રહેતા હતા. પણ હવે એ જમાનો છે જ્યાં પ્રેમમાં લોકો એકબીજાને મારવા તૈયાર થઈ જાય છે.

દિલ્લીના શ્રદ્ધા મર્ડર કેસ બાદ આવી જ ખૂબ જ ખૌફનાક હત્યાનો મામલો હાલ સામે આવ્યો છે, જ્યાં લિવ-ઈનમાં રહેતા એક 56 વર્ષના વ્યક્તિએ પોતાની 36 વર્ષની પાર્ટનરની નિર્દયતાથી હત્યા કરી દીધી. એટલું જ નહિ હત્યા બાદ આરોપીએ મૃતદેહને ચેનશો (ઝાડ કાપવાવાળું મશીન)થી ટુકડા કરી નાખ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે મૃતદેહના ટુકડાને પ્રેશર કુકરમાં બાફી દીધા કારણ કે તેમાંથી દુર્ગંધ ન આવે.

જો કે, હાલ તો મામલો સામે આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મામલો મીરા રોડ પર સ્થિત નયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ગીતા-આકાશદીપ સોસાયટીનો છે. 56 વર્ષીય મનોજ સાહની તેની લિવ-ઈન પાર્ટનર સરસ્વતી વૈદ્ય સાથે સોસાયટીના 7મા માળે ઘણા સમયથી રહેતો હતો.

મનોજના ફ્લેટમાં થોડા દિવસોથી વિચિત્ર વાસ આવતી હતી. આ દુર્ગંધથી તેના પડોશીઓ પરેશાન થઈ ગયા અને તે લોકોએ આ અંગે પોલીસને જાણ કરી. માહિતી મળ્યા બાદ નયા નગર પોલીસ મનોજના ફ્લેટ પર પહોંચી અને મનોજનો દરવાજો ખટખટાવ્યો. ગેટ ખોલ્યા બાદ પોલીસ અને અંદર પહોંચેલા અન્ય લોકોને પણ ખૂબ જ દુર્ગંધ આવી. તપાસમાં પોલીસને મહિલાની લાશ ઘરની અંદરથી ટુકડાઓમાં મળી આવી. આ જોઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

મનોજની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી અને તેને પૂછવા પર તેણે કહ્યું કે ડેડ બોડી તેની લિવ-ઈન પાર્ટનર સરસ્વતીની છે. પોલીસનું કહેવું છે કે મનોજ અને સરસ્વતી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો અને ગુસ્સામાં મનોજે તેનીલિવ ઇન પાર્ટનરની હત્યા કરી નાખી. જો કે હત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. હત્યા કર્યા બાદ મનોજ બજારમાં ગયો હશે અને ચેનશો લઇ આવ્યો હશે. ફ્લેટમાં પાછા આવ્યા બાદ તેણે મૃતદેહના અનેક ટુકડા કર્યા અને પ્રેશર કુકરમાં બાફી દીધા.

પોલીસના જણાવ્યા અનુસાર, તેણે પુરાવાનો નાશ કરવા અને દુર્ગંધ દૂર કરવા માટે આવું કર્યું હોઈ શકે છે. પોલીસનું કહેવું છે કે હત્યા 3-4 દિવસ પહેલા થઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં, મૃતદેહના ટુકડાઓ એકત્ર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ફ્લેટમાંથી અન્ય પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી બહાર આવશે.

પોલીસનું કહેવું છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફ્લેટ સીલ કરી દેવામાં આવ્યો છે. એવું પણ સામે આવ્યુ છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી મનોજ સતત શેરીના કૂતરાઓને ખોરાક ખવડાવી રહ્યો હતો. આ પહેલા કોઈએ તેને આવું કરતા જોયો ન હતો. પોલીસને આશંકા છે કે તેણે શરીરના કેટલાક ટૂકડાને શ્વાનને ખવડાવ્યા હશે. ડેપ્યુટી પોલીસ કમિશનરે કહ્યું કે સાહનીની ધરપકડ કરવામાં આવી છે અને તેણે હત્યા શા માટે કરી અને કેવી રીતે કરી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina