55 વર્ષની વૃદ્ધ મહિલા ઉપર રાતના અંધારામાં કર્યો દીપડાએ હુમલો, લાકડી લઈને મહિલા પણ થઇ સામે, આખી ઘટના CCTVમાં કેદ, જુઓ વીડિયો

દીપડાએ ઘાત લગાવીને કર્યો 55 વર્ષની મહિલા ઉપર હુમલો, તે પણ ડંડો લઈને થઇ સામે, જુઓ CCTV ફૂટેજ

ઘણીવાર જંગલી પ્રાણીઓ રહેંણાક વિસ્તારમાં આવી જતા હોય છે અને પાલતુ પ્રાણીઓ સાથે સાથે ઘણીવાર માણસોને પણ પોતાનો શિકાર બનાવતા હોય છે. ગુજરાતના ગીર વિસ્તારની અંદર ખુલ્લેઆમ ફરતા સિંહોની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, તેના વીડિયો પણ વાયરલ થતા જોવા મળે છે, ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં મહિલાની બહાદુરી જોવા મળી રહી છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક 55 વર્ષની વૃદ્ધ મહિલા લાકડી લઈને ઘરની બહાર આંગણામાં બેસવા માટે આવે છે. પરંતુ ત્યાં પહેલાથી જ એક દીપડો ઘાત લગાવીને બેઠો હોય છે. મહિલા જેવી જ બેસે છે કે થોડીવારમાં જ દીપડો મહિલા ઉપર હુમલો કરી દે છે. મહિલા ગભરાઈને પાછળની તરફ પડી જાય છે.

જેના બાદ મહિલા સુઝબુઝ વાપરે છે અને હાથમાં રહેલી છડી લઈને દીપડા ઉપર સામો વાર કરે છે, જેના કારણે દીપડો પણ પાછો હટી જાય છે અને ત્યાંથી ભાગી પણ જાય છે. આ રીતે મહિલા પોતાનો જીવ બચાવે છે, મહિલાના બૂમો પાડવાનો અવાજ સાંભળીને અડોશ પાડોશમાં રહેતા લોકો પણ આવી ચઢે છે અને મહિલાને ઉઠાવીને પાછી લાવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના મુંબઈના ગોરેગાંવ વિસ્તારની છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગયો હતો. મહિલાને આ ઘટનામાં સામાન્ય ઈજાઓ પાહકહિં છે, જેના બાદ તેને હોસ્પિટલમાં ભરતી પણ કરી દેવામાં આવી હતી.

Niraj Patel