મનોરંજન

તો કોણ છે મુંબઈ ઇન્ડિયન્સની આ પ્રેયર આંટી ? જેની દરેક પ્રાર્થના સ્વીકારાઈ જાય છે, જાણીને તમે પણ ચોંકી ઉઠશો

આઇપીએલ 2020નો ખિતાબ મુંબઈ ઇન્ડિયન્સે પોતાના નામે કરી લીધો છે અને 5 વાર આઇપીએલ વિજેતા બની ગઈ છે. ફાઇનલની અંદર દિલ્હી સાથેના રોમાંચક મુકાબલામાં મુંબઈ જીત મેળવી. અને નવો કીર્તિમાન પોતાના શિરે મૂકી દીધો છે. મુંબઈ ઇન્ડિયનની જીત પાછળ ઘણા બધા કારણો જવાબદાર છે. પરંતુ સ્ટેડિયમમાં જોવા મળેલું એક દૃશ્ય સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ચર્ચાયું હતું.

Image Source

આ દૃશ્યમાં એક આંટી પ્રાર્થના કરતા જોવા મળે છે. અને સોશિયલ મીડિયામાં તેમને મુંબઈ ઇન્ડિયનના પ્રેયર આંટી તરીકે ઓળખવામાં આવે છે. તો કોણ છે આ પ્રેયર આંટી ? જેના વિશે દરેક કોઈ જાણવા માંગે છે.

Image Source

આ પ્રેયર આંટીને પહેલીવાર વર્ષ 2017માં મુંબઈ ઇન્ડિયન્સ અને પુણે સુપરજાયન્ટની વચ્ચે થયેલા મુકાબલા દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા. જયારે પુણેને 5 બોલમાં 7 રનની જરૂર હતી.

Image Source

ત્યારે પ્રેયર આંટીએ હાથ જોડીને પ્રાર્થના કરવાની શરૂ કરી દીધી હતી. અચાનક મેચ પલટાઈ ગઈ અને મુંબઈ ફાઇનલ જીતીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર લોકોએ આ પ્રેયર આન્ટીની ખુબ જ પ્રસંશા કરી હતી અને તે રાતો રાત લોકપ્રિય બની ગયા.

2017ની એ મેચ બાદ અભિનેતા અભિષેક બચ્ચને ટ્વીટ કરીને એ વાતનો ખુલાસો કર્યો હતો કે તે પ્રેયર આંટી બીજું કોઈ નહીં પરંતુ મુંબઈ ઇન્ડિયનની માલકીન નીતા અંબાણીની મા પૂર્ણિમા દલાલ છે.

Image Source

ત્યારબાદ તેમને મુંબઈ ઇન્ડિયનના લકી ચાર્મ કહેવામાં આવ્યા અને તે નાનીમાના નામથી પ્રખ્યાત થઇ ગયા. હવે ફરી પાછા તે 2020 પહેલા ક્વાલિફાયરમાં નજર આવ્યા હતા અને લાગ્યું તેમની પ્રાર્થના અસર દેખાડવા લાગી. આજ કારણ છે કે મુંબઈએ દિલ્હીને 57 રનથી હરાવીને પોતાના પાંચમા ખિતાબ તરફ કદમ મજબુત રાખી લીધો હતો.