ત્રણ મહિલાઓ દારૂ પી અને રસ્તા વચ્ચે મચાવ્યો હોબાળો, પોલીસકર્મીઓ સાથે પણ કર્યું એવું કે જોઈને તમે પણ શરમાઈ જશો

દેશભરમાં ઘણી એવી હેરાન કરી દેનારી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. આજે સોશિયલ મીડિયાનો જમાનો છે અને નાની એવી ઘટના વાયરલ થતા પણ વાર નથી લાગતી, ત્યારે હાલ ત્રણ યુવતીઓને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જે દારૂના નશામાં ચૂર રસ્તા વચ્ચે હોબાળો મચાવતી જોવા મળી રહી છે.

દેશભરમાંથી ઘણીવાર નશામાં ધૂત મહિલાઓ અને છોકરીઓ હાઈવોલ્ટેજ ડ્રામા કરતી જોવા મળે છે. આવો જ એક કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે. જ્યાં ત્રણ મિત્રોએ મળીને રસ્તા વચ્ચે હોબાળો મચાવ્યો હતો. આ છોકરીઓએ પહેલા એક કેબ ડ્રાઈવર સાથે ગેરવર્તન કર્યું, પછી પોલીસ સાથે દુર્વ્યવહાર કરતા તેમનો કોલર પકડી લીધો.

આ મામલો ગુરુવારે રાતનો હોવાનું કહેવાય છે. જ્યાં દારૂના નશામાં ત્રણ યુવતીઓએ મુંબઈના રસ્તાઓ પર હંગામો મચાવ્યો હતો. આ યુવતીઓએ પહેલા ઓલા કારના ડ્રાઈવર સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યારબાદ ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢીને બળજબરીથી અંદર બેસી ગઈ હતી. અને ડ્રાઈવર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને કારમાં તોડફોડ કરવામાં આવી હતી.

યુવતીઓના હંગામાની સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પરંતુ આ યુવતીઓ એટલી નશામાં હતી કે તેમણે તેમની સાથે પણ દુષ્કર્મ કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસકર્મીઓને ધક્કો મારતી વખતે તેણે તેમનો કોલર પણ પકડી લીધો હતો. ત્રણેય નશામાં ભાન ભૂલી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, ત્રણેય યુવતીઓએ ફાટેલા કપડા પહેર્યા હતા અને રસ્તામાં લોકોને છેડતી વખતે દુર્વ્યવહાર કરી રહી હતી. તેમની આ હરકતોનો વીડિયો કેબ ડ્રાઈવરે પોતાના મોબાઈલથી જ બનાવ્યો હતો. જે હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના આધારે પોલીસે ત્રણેય સામે કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel