અચાનક 6 માળની ઇમારતમાં ભભૂકી ઉઠી આગ, 51 લોકો દાઝી ગયા, 7ના થયા મોત, 5થી વધુની હાલત ગંભીર, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારા દૃશ્યો

મુંબઈની 6 માળી ઇમારતમાં મોડી રાત્રે ભભૂકી ઉઠી ભીષણ આગ, 7 લોકોના મોત, 4 કાર અને 30થી વધુ બાઈક થઇ ગયા બળીને રાખ, જુઓ સમગ્ર ઘટના

Mumbai Fire Goregaon Building : ગુજરાત સમેત દેશભરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને અચાનક રહેણાક કે કોમર્શિયલ બિલ્ડીંગમાં લાગેલી આગના કારણે કેટલાય લોકો બળીને ભથડું પણ થઇ જવાની ખબરો સામે આવતી રહે છે. ત્યારે હાલ એક એવી જ ઘટના દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી સામે આવી છે, જ્યાં એક 6 માળની ઇમારતમાં અચાનક આગ ભભૂકી ઉઠવાના કારણે 51 જેટલા લોકો દાઝી ગયા અને 7 જેટલા લોકોના મોત પણ થઇ ગયા, ત્યારે હજુ પણ 5 લોકો ગંભીર હાલતમાં છે.

મુંબઈના ગોરેગાંવની ઘટના :

મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં ગુરુવારે રાત્રે 6 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. હ્રદયદ્રાવક અકસ્માતમાં 45 લોકો ઘાયલ થયા છે. જેમાંથી માત્ર કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે આગ રાત્રે લગભગ 2.30 વાગે લાગી હતી. ઘાયલોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબુમાં લેવામાં આવી છે.

7 લોકોના મોત :

આગ લાગવાનું કારણ હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જોકે, સ્થાનિક લોકોનું કહેવું છે કે પાર્કિંગ એરિયામાં રાખવામાં આવેલા જૂના કપડામાં આગ લાગી હતી. આગ પહેલા અને પછી બીજા માળે લાગી હતી. બિલ્ડિંગના પાર્કિંગમાં રાખેલી કાર અને મોટરસાઇકલને પણ નુકસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 4 કાર અને 30 થી વધુ બાઇક બળીને રાખ થઈ ગઈ છે.

સવારે 6 વાગે આગ પર આવ્યો કાબુ :

ફાયર બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોરેગાંવના એમજી રોડ સ્થિત જય ભવાની બિલ્ડિંગમાં આગ લાગી હતી. પાંચ જમ્બો વોટર ટેન્કર, ટર્ન ટેબલ લેડર અને એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી હતી. આગ ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનો અને ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરાયેલા વાહનોમાં ફેલાઈ હતી. લોકો બિલ્ડીંગના માળ અને છત પર ફસાયા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

Niraj Patel