રેલવે સ્ટેશન ઉપર આવતી જતી પબ્લિકની સામે જ એક બીજાને કિસ કરતું રહ્યું આ કપલ, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ, જુઓ

આ પ્રેમી પંખીડા બેશરમ બની એકબીજાને ચોંટી પડ્યા અને કિસ પર કિસ કરી….જુઓ આ વીડિયો

આજે જમાનો ઘણો બધી બદલાઈ ગયો છે, ઘણા લોકો આજે પોતાની લાજ શરમ પણ ભૂલી ગયા છે. આપણો ભારત દેશ આપણી સંસ્કૃતિ માટે જાણીતો છે, પરંતુ આજના સમયમાં ઘણા યુવાનો એવા છે જે પોતાની સભ્યતા અને સંસ્કૃતિને નેવે મૂકી દીધી છે અને ખુલ્લે આમ એવી હરકતો કરે છે જેને જોઈને લોકો પણ શરમાઈ જાય.

આપણે ઘણા બાગ બગીચામાં કે જાહેર સ્થળો ઉપર લોકોને ખુલ્લે આમ રોમાન્સ કરતા જોયા હશે, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક યુવતી એકબીજાને ચુંબન કરી રહ્યા છે, આ દરમિયાન તમેની આસપાસથી ઘણા લોકો પસાર થઇ રહ્યા છે. તે છતાં પણ તેમને લાજ શરમ જેવું કઈ દેખાઈ નથી રહ્યું.

આ ઘટના સામે આવી છે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને અડીને આવેલા ડોમ્બિવલી રેલવે સ્ટેશન પરથી. ડોમ્બિવલી રેલવે સ્ટેશન પર લોકો આવતા-જતા રહ્યા આ દરમિયાન એક કપલ એકબીજાને જાહેરમાં કિસ કરતું રહ્યું. બંને પ્રેમીઓના કિસિંગના વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્લેટફોર્મની કિનારે ઉભેલા એક છોકરો અને છોકરી એકબીજાને કિસ કરવામાં એટલા વ્યસ્ત હતા કે તેમને દુનિયાની પરવા જ ન રહી. આ કપલ દુનિયાને ભૂલીને સતત એકબીજાને ચુંબન અને ગળે લગાવી રહ્યું હતું. આ દરમિયાન પાછળથી રેલ્વેની જાહેરાત થતી રહી, પરંતુ દંપતીએ જાહેરાતની પરવા પણ ન કરી. આવતા અને જતા લોકો શું વિચારે છે તેની તેને પરવા નહોતી.

આ વીડિયો સામે આવતા જ ભારે હોબાળો મચી ગયો હતો. જેના બાદ ડોમ્બિવલી રેલવે પોલીસે આ કપલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે આ વીડિયોની સત્યતાની તપાસ શરૂ કરી છે. વાયરલ થઈ રહેલા વીડિયોની જાહેરાતમાં સાંભળી શકાય છે કે ‘પ્લેટફોર્મ નંબર ચાર પર મુંબઈની લોકલ 11.4 મિનિટની છે’ આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે કપલ એકબીજાને જાહેરમાં કિસ કરી રહ્યા હતા ત્યારે એક મુસાફરે પોતાના ફોનથી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે કપલે કમસેકમ આવતા-જતા લોકો વિશે વિચારવું જોઈએ. બધાની સામે આવું વર્તન સારું નથી.

Niraj Patel