ખબર

કોવિડથી જંગ હારનાર ડોક્ટરનો સંદેશ: સોશિયલ મીડિયા પર લખ્યુ- કદાચ આ મારી છેલ્લી ગુડ મોર્નિંગ, આગળની સવાર ના જોઇ શકી આ ડોક્ટર

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે અને તેમાં પણ આ લહેરમાં વધુને વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે તેમજ કોરોનાએ ઘણા લોકોનો ભોગ પણ લીધો છે. આ વચ્ચે એક ડોક્ટરના કોરોના સંક્રમિત થયા બાદ તે જંગ હારી ગયા છે અને તેમણે છેલ્લી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

કદાચ આ મારી છેલ્લી ગુડ મોર્નિંગ હોઇ શકે છે. કદાચ હું તમને આ મંચના માધ્યમથી પછી ક્યારેય મુલાકાત નહિ કરી શકુ. તમે બધા તમારુ ધ્યાન રાખજો. શરીર મરી જાય છે પરંતુ આત્મા નહિ. આ અંતિમ શબ્દ સેવરી ટીબી હોસ્પિટલની 51 વર્ષિય ડોક્ટર મનીષા જાધવના હતા.

તમને જણાવી દઇએ કે, ડો.મનીષા જાધવ ટીબીની સારવારમાં નિષ્ણાંત હતા. અને સેવરી ટીબી હોસ્પિટલમાં જ પોતાની ફરજ બજાવી રહ્યા હતા.

કાળમુખા કોરોનાએ આખા ભારત દેશને પોતાના ભરડામાં લીધા છે, દેશમાં મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી ગયો છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે. કોરોના લોકોને તો ઠીક કોરોના વોરીયર્સને પણ પોતાની ચપેટમાં લઇ રહ્યો છે.

કોરોનાવાયરસને ઘણા ડોકટરોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે મુંબઈથી આવા જ એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈ ખાતે આવેલ સેવરી ટીબી હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ હોવાના કારણે સારવાર લઇ રહેલ ડોક્ટરનું મોત નીપજ્યું હતું.

રવિવારે તેણે ફેસબુક પર પોસ્ટ કરી હતી અને તેમાં લખ્યુ હતુ કે, “એવું પણ બની શકે કે આ છેલ્લી ગુડ મોર્નિંગ હોય. હું તમને હવે આ પ્લેટફોર્મ પર ફરી વખત ન પણ મળી શકું. દરેક લોકો ધ્યાન રાખો. શરીર મૃત છે. આત્મા નથી. આત્મા અમર છે.” આ શબ્દો 36 કલાક પહેલા ફેસબુક ઉપર જ વિદાઈ લઇ ચુકેલ ડો.મનીષા જાધવના છે.