ખબર

વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ આ મહિલા ડોક્ટર થઇ ત્રીજીવાર કોરોના સંક્રમિત, અને અચાનક

જો કોઇ પણ માણસ કોરોનાનો એકવાર શિકાર થઇ જાય છે તો તે તણાવમાં આવી જાય છે. પરંતુ માયાનગરી મુંબઇમાં તો કોરોનાનો અનોખો મામલો સામે આવ્યો છે. જયાં એક લેડી ડોક્ટર એક વર્ષની અંદર ત્રણવાર કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. હેરાનીની વાત તો એ છે કે તેણે વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે. આ ડોક્ટર છેલ્લા વર્ષે  જૂન મહિનાથી લઇને અત્યાર સુધી ત્રણવાર કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.

આ કિસ્સો મુંબઇના મુલુંડ વિસ્તારનો છે. જયાં સૃષ્ટિ હલારી નામની ડોક્ટર રહે છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર, સૃષ્ટિ પહેલીવાર 17 જૂન 2020ના રોજ સંક્રમિત થઇ હતી. આ દરમિયાન તે બીએમસી દ્વારા સંચાલિત મુલુંડમાં એક કોવિડ સેન્ટરમાં કામ કરતી હતી. તે બાદ તે 29 મે 2021ના રોજ અને 11 જુલાઇ 2021ના રોજ ફરી કોરોના સંક્રમિત થઇ ગઇ.

ડો.હલારીના બે સેમ્પલમાંથી એક બીએમસીએ લીધુ તો એક મુંબઇની પ્રાઇવેટ હોસ્પિટલે લીધુ. સેંપલથી એ જાણ કરવામાં આવશે કે આખરે વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ તેના સંક્રમિત થવાનું કારણ શુ છે. ત્યાં જ વિશેષજ્ઞોએ સૃષ્ટિ હલારીના સેંપલ જીનોમ સિક્વેંસિંગ માટે કલેક્ટ કર્યા છે. જેના આધારે સ્ટડી કરવામાં આવશે.

સૃષ્ટિની સારવાર કરી રહેલ ડોક્ટર મેહુલ ઠક્કરે જણાવ્યુ કે, ત્રીજીવાર સંક્રમણ પાછળના કારણ ઘણા હોઇ શકે છે જેમાં નવા વેરિઅન્ટ્સથી લઇને તેમની ઇમ્યુનિટી હોઇ શકે છે. કે પછી મે મહિનામાં થયેલ સંક્રમણ જુલાઇમાં ફરી એક્ટિવ થઇ ગયુ હોય. કે પછી આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય.