અદ્દભુત-અજબગજબ કૌશલ બારડ ખબર જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ રસપ્રદ વાતો લેખકની કલમે

મુંબઈના ડબ્બાવાળાઓએ શા માટે મોકલ્યું ઇંગ્લેન્ડની રોયલ ફેમિલીને હનુમાનજીનું લોકેટ? વાંચો રસપ્રદ વિગત –

બ્રિટનના રોયલ રાજપરીવારમાં વધારે એક સભ્યનું આગમન થયું એ બાબતના ન્યુઝ અઠવાડિયા સુધી સમાચાર માધ્યમોમાં વાઇરલ થયાં. પ્રિન્સ હેરી (ડ્યૂક ઓફ સસેક્સ) અને મેગન માર્કેલ (ડચેઝ ઓફ સસેક્સ) ના ઘરે પુત્રનો જન્મ થયો છે. નવતરનું નામ પ્રિન્સ આર્ચી હેરીસન પાડવામાં આવ્યું.

Image Source

દુનિયાભરમાંથી એલિઝાબેથ દ્વિતીયના રોયલ રાજઘરાનામાં આગમન થયેલ નવતર શિશુ માટે ભેટસોગાદોનો વરસાદ થયો. ઇંગ્લેન્ડ રાજપરીવારનો દબદબો તો સદીઓથી જાણીતો છે. હાલ તેનું મહત્ત્વ ભલે નીલગીરીના ઝાડની ટોચે બંધાયેલા કાગડાના માળા જેટલું જ હોય પણ તોયે એણે અનેક દેશોની જનતાના પેટમાં ઘૂસી આતરડી ગણીને જે ખાધે ખૂટે નહી એટલી મિકલત મેળવી છે એના બળે શાખ હજુ અણનમ રાખી છે.

Image Source

મુંબઈના લગભગ પાંચ હજાર ડબ્બાવાળાઓએ પણ ફાળો કરીને પ્રિન્સ આર્ચી માટે ભેટસોગાદ મોકલી છે. અદ્ભુત ટાઇમસેટિંગ, અનન્ય કાર્યદક્ષતા અને જબરદસ્ત ટૂ ધ પોઇન્ટ વર્કીંગ ક્ષમતા માટે મુંબઈના ડબ્બાવાળાઓનો તો જગમાં જોટો જડે તેમ નથી. દુનિયાના ભલભલા ચેર બિઝનેસ પર્સન તેના મેનેજમેન્ટથી હક્કાબક્કા રહી જાય છે. અનેક યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ ડબ્બાવાળાઓ પરથી પ્રેરણા લઇને મેનેજમેન્ટમાં પાઠ શિખે છે એ વાત તો સૌ કોઈ જાણે છે.

Image Source

પ્રિન્સ આર્ચી માટે ડબ્બાવાળાઓએ મોકલેલી ભેટમાં ચાંદીના કડાં, કંદોરો અને હનુમાનજીની ડિઝાઇન જેના પર કંડારેલી છે તેવું એક મસ્ત મજાનું લોકેટ ભેટ ધર્યું છે. ડબ્બાવાળાઓ ઇચ્છે છે કે, પ્રિન્સ ચાર્લ્સનો પૌત્ર હનુમાનજી જેવો તાકતવર બને!

Image Source

આર્ટીકલ વાંચતા શરૂઆતથી જ એ પ્રશ્ન થયો હશે કે, મુંબઈના ડબ્બાવાળાઓને વળી બ્રિટનના રોયલ ફેમિલી સાથે શો સબંધ? અલબત્ત, સબંધ હોય તો જ ગિફ્ટ મોકલી હોય ને! બાકી માનપાન વગર તો આજે સગો મામો પણ મામેરું નથી મોકલતો, યુ નો! સબંધ આ રહ્યો –

વાત જાણે એમ બની કે, પ્રિન્સ ચાર્લ્સ ૨૦૧૩માં ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ડબ્બાવાળાઓને મળવાની ઇચ્છા દર્શાવી. (પ્રિન્સ ચાર્લ્સ એટલે પ્રિન્સ આર્ચીના દાદા.) ડબ્બાવાળાઓની પ્રખ્યાતિ ખબર પડી ગઈ ને! લગભગ કામ પર જનાર મુંબઈગરાઓ માટે ટિફીન પહોંચાડનાર ડબ્બાવાળાઓએ કહી દીધું કે, અમે નવરા થઈશું એ વખતે મળીશું. તમે ભલે બ્રિટનના કુમાર રહ્યાં પણ તમારે લીધે થઈને અમારા બે લાખ ગ્રાહકોને અનિયમિતતાનો અહેસાસ ના થવો જોઈએ! ધેટ્સ કોલ ‘જીગરા’! ચાર્લ્સ કહે ‘ભલે’! ડબ્બાવાળાઓએ બીજી શરત મૂકી, તમે સામે ચાલીને અમને મળવા આવજો, અમે તેડવા નહી આવીએ! ચાર્લ્સ કે’ વાંધો નહી!

Image Source

રોયલ રાજઘરાનાના જગસત્કાર પામતા માણસને કોઈ આટલું ક્યારે કહી શકે? અલબત્ત, એમની પાસે કશુંક હોય ત્યારે જ ને! પ્રિન્સ ચાર્લ્સ મળ્યા. ડબ્બાવાળાઓનું અલ્ટ્રા લિજેન્ડ લેવલનું મેનેજમેન્ટ જોઈ ચાર્લ્સભાઈનું હૈયું હરખી ઉઠ્યું. તેમણે ઇંગ્લેન્ડમાં મેનેજમેન્ટના પાઠ શિખવવાનું નિમંત્રણ પણ આપી દીધેલું.

Image Source

આવી વાત છે! તમારે ડબ્બાવાળાઓનું, દુનિયા સૌથી બેસ્ટ યુનિવર્સિટી – નામે ‘કોઠાસૂઝ’ -માંથી શીખાયેલું નેટવર્ક જાણવું હોય તો આપણી ગુજરાતી ભાષાના જ ‘સફારી’ મેગેઝીનનો એક લેખ વાંચવો રહ્યો. જે નગેન્દ્ર વિજય દ્વારા એમના કોઈ ભળતા ઉપનામે જ કદાચ લખાયેલો છે. મેગેઝીનનો અંક તો યાદ છે નહી. કોઈ સફારીના નિયમિત વાચકને પૂછી લેજો. વાંચીને કે’જો!

[અને હા, મહેનત કરીને લખ્યું છે તો આંગળી ઠોકી શેર પણ કરી દેજો.]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks