ખબર

એક દિવસમાં 70 ફેરા ફરશે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન, જાણો કેટલું ભાડું હશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ સ્ટેશનનો લેઆઉટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના એમડીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું ટેન્ડર નવેમ્બર 2019માં ખુલશે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ માર્ચ 2020 સુધીમાં શરૂ કરશે અને ડિસેમ્બર 2023 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે.

બુલેટ ટ્રેન કોરિડોરમાં અમદાવાદથી મુંબઇ 508 કિલોમીટર વચ્ચે 12 સ્ટેશનો હશે. જાપાનના સહયોગથી અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો અને હજી પણ ગ્રાઉન્ડ સર્વે ચાલુ છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે 1380 હેક્ટર જમીનની જરૂર છે જેમાં ખાનગી, સરકારી, જંગલ અને રેલ્વે જમીન (ગુજરાત અને મહારાષ્ટ્રમાં) સામેલ છે.

Image Source

ગુજરાત અને મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન જ્યાથી પસાર થશે ત્યાં હજુ જમીન અધિગ્રહણનું કામ પૂર્ણ થયું નથી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લાના ગામોમાં સમસ્યા છે. જોકે ખેડુતો જમીન આપવા સંમત છે. ખેડૂતોની માંગ ફક્ત એટલી જ છે કે તેમને જમીનના વધુ ભાવ ચુકવવામાં આવે. તેમણે સરકાર સાથે આ અંગે વાત કરી છે અને આ કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. બીજી તરફ, મહારાષ્ટ્રની મોટાભાગની જમીન વન વિભાગની છે અને એ માટેની કામગીરી શરુ થઇ ગઈ છે. મહારાષ્ટ્ર સરકારના સહયોગથી રાજ્યમાં ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

Image Source

તેમણે કહ્યું, ‘આ કાર્ય પૂર્ણ થયા બાદ બુલેટ ટ્રેન સવારે 6 વાગ્યાથી મોડી રાત સુધી 70 ફેરા (દરેક બાજુથી 35 ફેરા) લગાવશે. ટિકિટનું ભાડુ લગભગ 3000 રૂપિયા હશે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks